ન્યુઝીલેન્ડ સામે કારમી હાર સહન કર્યા બાદ પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં તરત જ ફેરાફાર કરાયા હતા. જેમાં હાલની પાક. ટીમમાંથી 6 ખેલાડીઓની બાદબાકી કરી તેના સાથે નવા ખેલાડીઓને સામેલ કરાયા હતા. ન્યુઝીલેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાનની ટીમે ખરાબ પ્રદર્શન કરતા પાક. કિક્રેટ બોર્ડ નારાજ થયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પસંદગીકારોએ આ જ કારણે ટીમમાં સાફસફાઇ કરી હતી. જો કે, PCBની નીતિઓ અંગે હવે ટીમના ક્રિકેટરો ખુલ્લેઆમ બોલવા લાગ્યા છે. ન્યુઝીલેન્ડમાં કારમી હારને પાક. ક્રિકેટ બોર્ડને ગંભીરતાથી લીધી છે. હવે દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની સીરીઝ માટે પાકિસ્તાનની ટીમમાં કેટલાકની બાદબાકી કરી દેવાઈ છે. જેમાં ટીમના છ ખેલાડીને તેના ન્યુઝિલેન્ડના પ્રવાસ દરમિયાનના ખરાબ દેખાવને કારણે ટીમમાંથી પડતા મુકાયા છે. આ ખેલાડીઓમાં ઇમામ ઉલ હક, શાન મસૂદ, હારિસ સોહિલ સામેલ છે. આ ઉપરાંત સ્પિનર જાફર ગોહાર, ઝડપી બોલર મહંમદ અબ્બાસ અને સોહેલ ખાનને પણ ટીમમાંથી બહાર કરાયા છે. જો કે, ન્યુઝીલેન્ડ પ્રવાસે ગયેલા નસિમ શાહને ત્યાં ઇજા થઈ હતી તેથી આફ્રિકાના પ્રવાસમાં તેની પસંદગી કરાઈ નથી. આફ્રિકા સામેની સીરીઝ માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમના સિકેટર મહંમદ વાસિમે શુક્રવારે આ અંગે જાહેરાત કરી હતી. જેમાં 20 સદસ્યોની ટીમની જાહેરાત કરાઈ હતી.
આ ટીમમાં પાક.માં સ્થાનિક સ્તરે ક્રિકેટમાં ઉત્તમ દેખાવ કરનારા ખેલાડીઓને ટીમમાં સ્થાન અપાયું છે. પસંદગીકારોએ યુવા બેટ્સમેન અબ્દુલ્લા શફિકને ટેસ્ટ ટીમમાં સ્થાન આપ્યુ છે. તેને ટી 20 એક્સપર્ટ તરીકે ન્યુઝીલેન્ડના પ્રવાસમાં મોકલવામાં આવ્યો હતો. ટી 20નો અન્ય એક એક્સપર્ટ બોલર હારિસ રઉફની પણ ફરી પસંદગી કરાય છે. ટીમમાં કુલ નવ નવા ચહેરાને સામેલ કરી દેવાયા છે. ટોચના ક્રમના બેટ્સમેન સઉદ શકિલ, કામરાન ગુલામ, ઓલરાઉન્ડર આગા સલમાન અને સ્પિનર નૌમાન અલી, ઓફ સ્પિનર સાજિદ ખાન તથા ઝડપી બોલર હસન અલી અને તાશિબ ખાનને પ્રથમ વાર ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. મહંમદ વાસિમે વધુમાં જણાવ્યું હતુ કે, આફ્રિકી ટીમ શનિવારે કરાંચી પહોંચશે. દક્ષિણ આફ્રિકા સામે પાકિસ્તાન અને આફ્રિકા વચ્ચે આગામી 26 જાન્યુઆરીથી સીરીઝ શરુ થનાર છે. આફિક્રા પહોંચ્યા બાદ પાક. ટીમની યાદીમાં સામેલ 20 પૈકી 16 ખેલાડીની પ્રથમ ટેસ્ટ માટે પસંદગી કરાશે. આમ કરવાથી ખેલાડીઓમાં ટીમમાં ટકી રહેવા મહેનત કરવાની ભાવના જાગશે.