ગુજરાત સરકાર દ્વારા આજે રખડતા ઢોર મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રખડતા ઢોરની સમસ્યાને લઈને આજે હાઈકોર્ટે કડક વલણ અપનાવતા સરકારને આ મામલે રસ્તો કાઢવા જણાવ્યું હતું ત્યારે આજે મળેલી કેબિનેટમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
રખડતા ઢોરનો ત્રાસ મહાનગર પાલિકાઓ તેમજ અન્ય શહેરોમાં વધી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે રખડતા ઢોરને ઢોરવાડામાં રાખવા મામલે સૂચન કર્યું હતું. રખડતા ઢોર હવેથી મનપા વિસ્તારમાં ઢોરવાડમાં પુરવામાં આવશે. ઢોરવાડામાં રખડતા પશુઓને રાખવાની કાળજી લેવાશે. આ અંગે ભાજપના પ્રવક્તા મંત્રી જીતુવાઘાણીએ કહ્યું હતું કે, મનપાના ઢોરવાડામાં આ પશુઓને રાખવા માટે શેડ પણ બનાવવામાં આવશે. અમૂક પ્રકારનું બજેટ પણ તેના માટે ફાળવવામાં આવ્યું છે. ખાસ કરીને જે પશુઓ રખડી રહ્યા છે તેમને જુદા-જુદા વિસ્તારથી ટ્રાન્સપોર્ટ થકી મોકલાશે જેનો ખર્ચ કોર્પોરેશન દ્વારા ઉપાડવામાં આવશે. ઢોરવાડની કામગિરી માટે મળતી વિગતો અનુસાર 10 કરોડના બજેટની જોગવાઈ કરાઈ છે.
રખડતા ઢોર મામલે હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી કરવામાં આવી હતી ત્યારે આજે ફરી એકવાર હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. રાજ્ય સરકારને કડક વલણ અપનાવવા માટે કહેવામાં આવ્યું હતું. સરકાર રખડતા ઢોર મામલે ઠોસ નિર્ણય લે તેમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. આજે સાંજે 4 વાગ્યા પહેલા નિર્ણય લેવામાં કહેવામાં આવ્યું હતું ત્યારે સરકારે આ મામલે નિર્ણય લીધો છે. ઠોસ નિર્ણય લેવા માટે સરકારને કહેવામાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રખડતા ઢોરના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે, લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે જેથી કોર્ટે કડકાઈ દાખવી છે.
શહેરમાં બેફાન રીતે રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. અગાઉ એક લોકોનો જીવ પણ રખડતા ઢોરના કારણે ગયો હતો. જેથીઆ પીઆઈએલ મામલે યુદ્ધના ધોરણે પગલા લેવા ટકોર કરી હતી. જેથી અત્યાર પુરતો આ નિર્ણય લેવાયો છે.