નવસારી-વિજલપોર પાલિકા દ્વારા શહેરમાં ૩૫ મીની બસ દોડાવવાનું આયોજન : તૈયારીઓ શરૂ થતાં લોકોમાં ઉત્સુકતા
નવસારીમાં ત્રણ દાયકા બાદ ફરીથી સીટી બસ સેવાનો પ્રારંભ થવા જઇ રહ્ના છે. શહેરમાં ૩૫ નવી મીની સીટી બસ સેવા શરૂ કરવા માટે તૈયારીઓ શરૂ થતાં લોકોમાં ઉત્સુકતા જન્મી છે.
ગુજરાત રાજય ઍસ.ટી. મહામંડળ દ્વારા નવસારીમાં સીટી બસ સેવાનો વર્ષો અગાઉ પ્રારંભ કરવામાં આવ્યો હતો. નવસારી રેલ્વે સ્ટેશનની સામે તેનું બસ સ્ટેન્ડ હતું. જ્યાંથી ડબ્લ ડેક્કર સીટી બસ પચાસ પૈસાથી લઇને દોઢ રૂપિયા સુધીના ભાડામાં લોકોને જુના ઍસ.ટી. ડેપો, સ્ટેશનથી કબીલપોર, ગણેશ સિસોદ્રા, ઇટાળવા અને ઍરૂ સુધીની મુસાફરી કરાવતી હતી. નવસારી તેમજ આજુબાજુ અડીને આવેલા ૫-૬ કિલોમીટરનો પ્રવાસ લોકો સીટી બસમાં જ કરતા હતા. ઍïવું ચાટર્ડ ઍકાઉન્ટન્ટ વિનોદભાઇ દેસાઇઍ જણાવ્યું હતું. ઍસ.ટી. નિગમે તેને ૧૯૯૦માં બંધ કરી હતી. આ સીટી બસ સુવિધા બંધ કરવાના મુખ્ય કારણમાં નવસારી શહેરનો ગીચ ટ્રાફિકને લીધે તેને ચલાવવી મુશ્કેલ થવા માંડી હતી. વસતિ વધારા સાથે પરપ્રાંતિય શ્રમિકોનું રોજગારી માટે નવસારીમાં આવવા સાથે મકાન દુકાનોની સંખ્યા વધી તેમાં બાંધકામ નિયમોનું ઘોર ઉલ્લંઘન થવા માંડયું છેક રસ્તા સુધી દુકાનોના બાંધકામ, પાર્કિંગ પ્લેસનો અભાવ, રસ્તા પર વાહનો પાર્ક કરી લોકો દુકાનોમાં ખરીદી કરતા દિનપ્રતિદિન ટ્રાફિક પ્રશ્ન વિકરાળ સમસ્યા બની ગઇ હતી. જેના પગલે સીટી બસ બંધ કરવામાં આવી હતી.
નવસારી નગરપાલિકાઍ બે વર્ષ અગાઉ જ શહેરમાં સીટી બસ સેવા શરૂ કરવા માટે બોર્ડ નિર્ણય કર્યો હતો. જેને ગત બજેટમાં મંજૂરી અપાઇ હતી. હાલના નવસારી-વિજલપોર નગરપાલિકાના શાસકોઍ તેનો અમલ કરવાનું શરૂ કયુ* છે. જેમાં ૩૫ નવી મીની બસને સારી બસ તરીકે દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સીટી બસ સેવાનું સંચાલન નવસારી-વિજલપોર નગરપાલિકા કરશે. મીની બસ હોવાથી ટ્રાફિક સમસ્યા વધારે નડશે નહીં. આ સેવાને સ્ટેશનથી ડેપો વચ્ચે સ્ટેશનથી ગ્રીડ કબીલપોર વચ્ચે, સ્ટેશનથી ઇટાળવા સ્ટેશનથી કબીલપોર જીઆઇડીસી સ્ટેશનથી વિરાવળ તેમજ સ્ટેશનથી ઍરૂ ચાર રસ્તા વગેરે રૂટનો સમાવેશ કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્નાં છે.