મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દેવાતા એન્ટાલિયા કેસમાં હવે અમદાવાદ સાથેનું કનેકશન ખૂલ્યું છે. આ કેસમાં આરોપીને જે 14 સીમકાર્ડ અપાયા હતા તે અમદાવાદથી મળ્યા હોવાનું બહાર આવતા મુંબઈ એટીએસ દ્વારા હવે અમદાવાદમાં તપાસ કરાઈ રહી છે. આ કેસમાં મુખ્ય આરોપી ગણાતા સચિન વઝેને સાણસામાં લેવા મુંબઈ ATSની ટીમ ગત રોજ અમદાવાદ પહોંચી હતી. કારણ કે એન્ટાલિયા કેસમાં જ મોબાઈલ નંબરનો ઉપયોગ આરોપીએ કર્યો હતો તેના સિમ કાર્ડ અમદાવાદથી એક્ટિવ થયા હતા.
બીજી તરફ મનસુખ હિરેનની હત્યા આ ઘટના બાદ થઈ હતી. તેથી એટીએસની ટીમે શઁકાને આધારે સોમવારે અમદાવાદથી એક શખ્સની અટક કરી હતી. અમદાવાદમાંથી અટકાયત કરેલા શખ્સે એટીએસની ટીમને જણાવ્યું હતુ કે, અમદાવાદમાં આ કેસના આરોપીને જેણે 14 સિમકાર્ડ આપ્યા હતા તેની અટકાયત કરાઈ છે, જે 14 સીમકાર્ડમાંથી કેટલાક સિમકાર્ડ સચિન વાઝેને મળ્યા હતા. જયારે એટીએસની ટીમે જણાવ્યું હતુ કે, સચીન વાઝેને ક્યા દસ્તાવેજના આધારે સીમકાર્ડ અપાયા તેની તપાસ ચાલું છે. મનસુખ હિરેન હત્યા કેસમાં આ સીમકાર્ડનો ઉપયોગ થયો હોવાથી અમદાવાદનું કનેકશન ચોકક્સ જણાય છે. દરમિયાન સોમવારે રાતે મનસુખ હિરેન હત્યા મામલે 14 સીમ કાર્ડ આપનાર વ્યક્તિને ઉઠાવી લઈને મુંબઈ ATSની ટીમ મહારાષ્ટ્ર તરફ રવાના થઈ હતી. સુત્રોના જણાવ્યા મુજબ મુંબઇ atsની ટીમને આ કેસમાં અમદાવાદના આરોપી સામેલ હોવાન પુરેપુરી આશંકા છે. ગુનામાં વપરાયેલાં 5 સિમ કાર્ડ અમદાવાદથી એક્ટિવ થયા હતા. બુકી નરેશ ઘોરની ધરપકડ બાદ મુંબઈ પોલીસે આ ખુલાસો કર્યો હતો. આસિસ્ટન્ટ PI સચિન વઝેએ પણ એ જ સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હોય, એટીએસની ટીમ આ કેસમાં ઝીણવટભરી તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, 5 માર્ચે મુંબ્રાની રેતી બંદર સ્થિત ખાડી(સમુદ્ર)માં મનસુખની લાશ મળી હતી. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે મુકેશ અંબાણીના ઘરની પાસેથી મળેલી વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયોના માલિક તરીકે મનસુખ હિરેનનું નામ બહાર આવ્યા બાદ તેની હત્યા કરાઈ હતી. અત્યાર સુધી હત્યાની આ ઘટનામાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ATSના રાજકુમાર શિંદેએ જણાવ્યું હતું કે મનસુખ હિરેનની હત્યાના મામલામાં સસ્પેન્ડે થયેલા કોન્સ્ટેબલ વિનાયક બાળાસાહેબ શિંદે અને ક્રિકેટ-બુકી નરેશ રમણિકલાલ ગોરેને જેલભેગા કરાયા છે. ક્રિકેટ-બુકી નરેશે વઝેને 5 સિમકાર્ડ અપાવ્યા હતા, જેનો ઉપયોગ મનસુખની હત્યાના કાવતરામાં કરવામાં આવ્યો હતો.