દિવાળીના સમયે તેમજ બેસતા વર્ષના દિવસે મોટી સંખ્યામાં ફટાકડાઓ ફૂટ્યા હતા. અમદાવાદ શહેરની હવા તેના કારણે પ્રદૂષિત થઈ હતી. એર ક્વોલિટી ઈન્ડેક્સ ખૂબ જ વધી ગયો હતો. 200થી 300 આસપાસ એરક્વોલિટી ઈન્ડેક્શ વિવિધ વિસ્તારોમાં થઈ ગયો હતો ત્યારે હવે હવામાં પ્રદૂષણનું પ્રમાણ ઘટ્યું છે. જે ખરા અર્થમાં વાતાવરણની દ્રષ્ટીએ અમદાવાદવાસીઓ માટે સારા સમાચાર છે. પર્યાવરણ શુદ્ધ થતાં રાહત અનુભવાઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને વાતાવરણ અશુદ્ધ થતા શ્વાસની તકલીફ ધરાવતા તેમજ અસ્થમાના દર્દીઓને પણ રાહત મળી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હવામાન વિભાગ દ્વારા એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોના કવોલિટી ઈન્ડેક્સ સામે આવ્યા હતા. અમદાવાદ શહેરના ચાંદખેડા, પીરાણા, નવરંગપુરા સહીતના વિવિધ વિસ્તારોમાં દિવાળીના બીજા દિવસે હવા અત્યંત પ્રદૂષિત રહી હતી.
અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ દિવાળી સમયે 120થી વધુ શહેરોનો સામે આવ્યો હતો ત્યારે અત્યારે તે 86 છે. જેના કારણે અમદાવાદીઓ માટે આ રાહતના સમાચાર છે. લોકોને હવે સારી હવા મળી રહી છે. બીજદી તરફ લોકો બહાર વેકેશનમાં માણવા માટે ગયા છે માટે ટ્રાફિક ખૂબ ઓછું છે. અગાઉ દિવાળીના બીજા દિવસે એર ક્વોલિટી ઇન્ડેક્સ નવંરગ પુરા વિસ્તારનો 293 આસપાસ હતો. જ્યારે હવે એક દિવસ બાદ વાયુ પ્રદૂષણમાં ઘટાડો જોવા મળ્યો છે.