બીલીમોરા, તા.૫ બીલીમોરા પશ્ચિમે વાડિયા શિપયાર્ડમાં ૧૦ મહિના ના પરિશ્રમ સાથે ૧૫૦ મુસાફરો ની કેપેસિટી ધરાવતી ૩૦મીટર લાંબી અને ૧૦ મીટર પહોળી રિવર ક્રુઝ નિર્માણ કરાઈ હતી. જેને અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર કેન્દ્રીય મંત્રી અમિત શાહ એ તરતી મૂકી હતી.

બીલીમોરાના વાડિયા શિપ બિલ્ડર્સના હિતેશભાઈ વાડિયા અને તેમના પુત્ર અંશુલ વાડિયા ની દેખરેખ હેઠળ લકઝરીયસ ક્રુઝ બોટ તૈયાર કરાઈ હતી. હિતેશભાઇનો પરીવાર પાંચ પેઢી કરતા વધુ સમય થી વહાણ બાંધવા ના વ્યવસાય સાથે સંકળાયેલો છે. જેને પગલે ક્રુઝ બનાવવાનો કોન્ટ્રાક્ટ વાડિયા શિપ બિલ્ડર્સ ને મળ્યો હતો. આ ક્રુઝની સુવિધા પી.પી.પી. મોડેલ દ્વારા કરવામાં આવી હતી. બીલીમોરા માં ક્રુઝના પાર્ટ તૈયાર કરી તેને અમદાવાદ લઈ જવાયા હતા.

જે બાદ અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર ક્રુઝને એસેમ્બલ કરાઈ હતી. બોટ મરીન ગ્રેડ સ્ટીક, પ્લાયવુડ અને ફાયબર થી બની છે ક્રુઝ અધિકારી ઇન્સ્પેકશન અને અનેક કસોટી બાદ જ આ ક્રુઝ સાબરમતી રિવરફ્રન્ટમાં ઉતારવામાં આવી હતી. હિતેશભાઈ આ સિવાય અને પ્રકારની બોટ યોટ પણ બનાવે છે. બોટ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં ૫૦ થી વધુનો સ્ટાફ કાર્યરત છે. ક્રુઝ ઉપર ઈન્ટરનેટ, નેવિગેશન સહિતની તમામ પ્રકારની સુવિધા થી સજ્જ છે. ક્રુઝ ઉપર આકસ્મિક સમયને પહોંચી વળવા તમામ સુવિધા અને સલામતી ના સાધનો ઉપલબ્ધ છે.