બોલીવુડના લોકપ્રિય અભિનેતા અક્ષય કુમારે ફિલ્મોમાં કામ કરવા બદલ પોતાની એકટીંગ ફીમાં વધારો કરી દીધો છે. બોલીવુડમાં મોટાભાગે વિવાદોથી દૂર રહેતા અક્ષય કુમારે અનેક ફિલ્મોમાં તેમની અભિનય કળાનો પરિચય દર્શકોને આપ્યો છે. દરેક રોલને બખૂબી નિભાવવાની કળાને કારણે જ તેઓ દર્શકોમાં બહું લોકપ્રિય રહ્યા છે.
2020મા માર્ચ મહિના બાદ મુકાયેલા લોકડાઉન પછી તેણે પોતાની ફીમાં કરોડો રૂપિયાનો વધારો કર્યો છે. જો કે, અક્ષયકુમારે પોતાની ફીમાં આ વધારા પાછળ કોઈ ચોક્કસ ફોડ પાડ્યો નથી. અક્ષય હાલમાં બોલીવુડમાં સૌથી વધુ કમાણી કરનાર એક્ટર્સ પૈકીનો એક કલાકાર છે. વર્ષોથી બોલીવુડની ફિલ્મો માટે તે સતત કામ કરતો રહે છે. એક દિવસનો આરામ પણ લેવાનું તે પસંદ કરતો નથી. થોડા સમય પહેલા અક્ષયે પોતાની ફી 99 કરોડથી વધારીને 108 કરોડ કરી હતી. જેમાં હાલ ફરી વધારો કરાયો છે. અને હવે ફિલ્મ નિર્માતાઓએ તેને 117 કરોડ રૂપિયા ચુકવવા પડી રહ્યા છે.
બોલીવુડના મોટાભાગના પ્રોડ્યુસર અક્ષયકુમારને પોતાની ફિલ્મમાં રોલ આપવા તત્પર રહેતા હોય છે. કારણ કે, તે કામ સિવાય અન્ય વિવાદોથી દૂર રહેવામાં માને છે. તેથી તેની ફિલ્મોનો અન્ય કોઈ રીતે વિરોધની શકયતા નહીવત રહે છે. બીજી તરફ ડીમાંડને જોતાં અક્ષયે વર્ષ 2022માં રીલીઝ થનારી પોતાની દરેક ફીલ્મ માટે ફી વધારી 135 કરોડ રૂપિયા કરી દીધી છે. પ્રોડયુસરો કહે છે કે અક્ષયકુમારને ફિલ્મમાં રોલ આપવાથી રીસ્ક ઓછુ થઈ જાય છે. વળી, સીધા સાધા અક્ષયને શુટીંગ દરમિયાન ઝાઝી સુવિધા જોઈતી નથી. તેથી ઓછા બજેટમાં શ્રેષ્ઠ ફિલ્મ બની જાય છે.ફિલ્મ રિલીઝ થયા પછી સારૂ રીટર્ન પણ મળવાની તક વધુ છે.
મળતી માહીતી મુજબ અક્ષયની એક ફીલ્મની પ્રોડકશન કોસ્ટ તેની ફીસ મળીને 190 કરોડ રૂપિયામાં પડે છે. જયારે સેટેલાઈટ, ડીજીટલ, મ્યુઝીક રાઈટસ અને થીયેટર્સથી ફીલ્મ આરામથી 200 કરોડથી વધુનો બીઝનેસ કરી લે છે. તાજેતરમાં અક્ષયની ફીલ્મ લક્ષ્મી રીલીઝ થઈ હતી અને સુર્યવંશી પણ બનીને તૈયાર થઈ ચુકી છે. સાથે બેલબોટમનું શુટીંગ પુરૂ કરી ચુકયા છે.