હાલ કોરોનાને લીધે હજી ગણેશ ઉત્સવમાં શેરીઓમાં ડીજે અને સાથે સાથે રેડિયોને પરવાનગી આપવા માટે વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ વલસાડ કલેક્ટરને લેખિતમાં આવેદન આપ્યું છે. 179 વલસાડ વિધાનસભામાંથી ચૂંટાયેલા ભરતભાઇ પટેલે આ પગલું એવા સમયમાં ઉપાડ્યું છે જ્યારે તેમના મતવિસ્તારમાં આવતા લોકોએ તેમને હસ્તક્ષેપ કરવા માટે માંગણી કરી હતી. પોતાના આવેદનમાં ભરતભાઇ પટેલે લખ્યું કે, ગણેશ ઉત્સવ દરમિયાન જે તે આયોજક કર્તાઓને રેડિયો-માઇક તથા ડીજે વગાડવાની પરવાનગી આપવામાં આવે.

તેમને માંગણી કરી છે કે સરકારની નીતિનિયમ- ગાઇડલાઇન પાલન કરવાની શરતે આ પરવાનગી આપવામાં આવે એવી હું વિનંતી કરું છું. ઉલ્લેખનીય છે કે કોરોનાને લીધે સરકારે સાર્વજનિક ઉત્સવ પર પ્રતિબંધ મુક્યો છે એવામાં ડીજે સંચાલકોને મોટું નુકસાન થઇ રહ્યું છે. આ ડીજે સંચાલકો તેમજ ઇવેન્ટ મેનેજમેન્ટ કરતા સંચાલકોને આર્થિક નુકસાન થઇ રહ્યું છે. એવામાં હવે પ્રશ્ન એ થાય છે કે શું વલસાડ કલેક્ટર શું ધારાસભ્ય ભરતભાઇ પટેલના આવેદન પર શું પગલા લે છે.