યુપીએ શાસન વખતે ઈંધણના ભાવ વધારા મુદ્દે છાશવારે આંદોલનો કરતો ભાજપ આજે સત્તા પર છે. અને એ જ ઈંધણના ભાવો આસમાને છે. કોરોના કાળમાં પણ મોદી સરકારે ઈંધણના ભાવોમાં વધારો ચાલુ રાખ્યો છે. 2020ના એપ્રિલ બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં 17 ડોલર પ્રતિ બેરલનો ભાવ થઈ જવા છતાં મોદી સરકારે એકપણ રૃપિયાનો ઘટાડો કર્યો ન હતો. યુપીએ વખતે 77 ડોલર પ્રતિબેરલના ભાવે ઈંધણ વેચાતુ ત્યારે પણ ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ 80 રૃપિયા સુધી પહોંચ્યા ન હતી. પરંતુ શાસનમાં આવ્યા બાદ ભાજપ શાસકો આવકનો અન્ય કોઈસ્ત્રોત શોધી શક્યા નથી. તેને કારણે માત્ર ઈંધણને ટાર્ગેટ કરાય રહ્યું છે.
કોરોનાને કારણે એકતરફ દેશમાં લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે. તેવા સમયે પણ ઈંધણ પર લદાયેલા આડેધડ ટેક્સથી દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ 90ને આંબી ગયો છે. દેશના ચાર શહેરોમાં તો રવિવારથી આ ભાવ 100 રૃપિયા કરતા પણ વધુ રહ્યો છે. આ સાથે જ હવે અમદાવાદમાં પેટ્રોલના ભાવ રૂ. ૮૮.૬૨ થઈ ગયા છે. જ્યારે ડીઝલના ભાવ ૩૫ પૈસા વધીને રૂ.૮૮.૩૫ પ્રતિ લિટર થયા છે. છેલ્લાં અઠવાડિયામાં ઓઈલ કંપનીઓએ પાંચ વખત ભાવ વધારો કર્યો છે. જેને પરિણામે રાજસ્થાનનાં શ્રીગંગાનગર અને મધ્યપ્રદેશનાં અનુપપુરમાં પેટ્રોલનો ભાવ લિટરે રૂા. ૧૦૦નો આંક વટાવી ગયો છે. ગંગાનગરમાં પેટ્રોલ લિટરે રૂ. ૧૦૨.૪૨ જ્યારે એમપીનાં અનુપપુરમાં તેનો ભાવ રૂા. ૧૦૨.૧૨ થઈ ગયો છે.
એ જ રીતે મહારાષ્ટ્રનાં પરભણીમાં રૂ. ૧૦૦.૨૦ અને ભોપાલમાં રૂ. ૯૯.૫૫નો ભાવ થઈ ગયો છે. જો કે જુદાજુદા રાજ્યોમાં સ્થાનિક કરવેરા અને સેસને કારણે ભાવ જુદાજુદા રહે છે.
અમદાવાદમાં પેટ્રોલના ભાવ રૂ. ૮૮.૬૨ થઈ ગયા છે. જ્યારે ડીઝલના ભાવ ૩૫ પૈસા વધીને રૂ.૮૮.૩૫ પ્રતિ લિટર થયા છે.
અમદાવાદમાં પેટ્રોલ ઓલ ટાઇમ હાઇ રહ્યું છે અને હવે તે લિટરે રૂ. 88.62 પહોંચ્યું છે. છેલ્લા પાંચ તબક્કામાં પેટ્રોલ રૂ. ૧.૧૩ અને ડીઝલ રૂ. ૧.૩૩ મોંઘું થયું છે. આમઆદમી છેલ્લા એક વર્ષથી કોરોનાને કારણે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. નોકરી અને રોજગારનાં ફાંફાં પડી રહ્યા છે. તેવા સમયે પણ સરકારી ઓઈલ કંપનીઓને અઢળક નફો અને સરકારને માત્ર તિજોરી ભરવામાં જ રસ હોવાથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. એક અઠવાડિયામાં પાંચમી વખત ભાવમાં વધારો એ વાતના સંકેત આપે છે કે, સરકારને આમજનતાની મુશ્કેલી સાથે ઝાઝી લેવા દેવા રહી નથી. સોમવારે પેટ્રોલનાં ભાવમાં લિટરદીઠ ૨૬ પૈસા અને ડીઝલનાં ભાવમાં લિટરે ૩૩ પૈસા વધારો કરાયો હતો.