બે દિવસ પહેલાં જ ભારતની સીરમ ફાર્માને રસી બનાવવા માટે અમેરિકાએ કાચો માલ આપવા ઈન્કાર કર્યા બાદ ગુરુવારે થોડા રાહતના સમાચાર આવ્યા હતા. અમેરિકાની દવા બનાવતી અને જાણીતી કંપની ફાઈઝર કંપની ભારતની વ્હારે આવી છે. ફાઈઝરે ભારત સરકારના રસીકરણ અભિયાન માટે પોતાની વેક્સીન પુરી પાડવા ઓફર કરી છે. વળી આ રસી આપવામાં કંપની નફાનું ધોરણ જાળવશે નહીં. જોકે હજી સુધી કંપનીએ એ નથી જણાવ્યું કે, રસી નો પ્રોફીટની કિંમત કેટલી રહેશે.
ફાઇઝરના પ્રવક્તાએ કહ્યું હતું કે, કંપની દેશમાં સરકારના રસીકરણ કાર્યક્રમમાં ઉપયોગ માટે માટે ફાઇઝર અને બાયોએનટેક રસી ઉપલબ્ધ કરાવીને સંભવિત મુશ્કેલીઓ દૂર કરવા ઈચ્છે છે. કંપની ફક્ત સરકારી કોન્ટ્રાક્ટ દ્વારા કોવિડ 19 વેક્સીન ઉપલબ્ધ કરાવશે. રસીનાને પ્રોફીટવાળી કિંમત પર નહીં, પરંતુ મુળ કિંમતે ઉપલબ્ધ કરાવશે. ભારતમાં રસી પુરી પાડવા તે ભારત સરકાર સાથે મળીને કામ કરવા ઈચ્છુક છે. કંપનીએ નિવેદન આપતા કહ્યું હતુ કે, કોરોના મહામારીથી સમગ્ર વિશ્વ પરેશાન થઈ ગયું છે. તેવા સમયે ફાઈઝર BioNTech COVID-19 mRNA નામની વેક્સીન આપીને તે ભારતની મદદ કરવા માંગે છે. આ લેણદેણમાં કંપની કોઈ નફો ઈચ્છતી નથી. ભારતને રસી આપવા પાછળ કંપનીનો હેતુ માનવતાને કાયમ રાખવાનો માત્ર છે. ફાયઝરે વધુમાં કહ્યું હતુ કે, ભારત સરકારે રસીકરણ કાર્યક્રમ ચાલુ રાખ્યો છે. દેશમાં વેક્સીનની ઉપલબ્ધતા સુનિશ્વિત કરવા માટે સરકાર સાથે મળીને કામ કરવા માટે કંપની પ્રતિબદ્ધ છે.