૬ઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- ૨૦૨૨નું આયોજન ગુજરાત પોલીસના જેલ વિભાગ તથા બ્યુરો ઓફ પોલીસ રિચર્સ એન્ડ ડેવલોપમેન્ટ (BPR&Dના સંયુક્ત ઉપક્રમે ૪થી ૬ સપ્ટેમ્બર, 2022ના દિવસોમાં અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. પંદર વર્ષ પછી ગુજરાતને આ મીટ માટે ફરી યજમાન પદ પ્રાપ્ત થયું છે. આ ત્રિ-દિવસીય ૬ઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- ૨૦૨૨નો ઉદઘાટન સમારંભ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના અધ્યક્ષસ્થાને યોજાશે. ૬ઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- ૨૦૨૨નો ઉદઘાટન સમારંભ ૪થી સપ્ટેમ્બરે અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ, એકા ક્લબ ખાતે યોજાશે. આ ઉદઘાટન સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. જયારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ૬ સપ્ટેમ્બરે સમાપન સમારોહ યોજાશે. આ મીટમાં ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અંદાજિત ૧૦૩૧ જેટલા જેલ અધિકારીઓ તથા કર્મચારીઓ વિવિધ ૧૮ સ્પર્ધાઓમાં ભાગ લેવાના છે. આ અંગેની વધુ વિગતો આપતા જેલ અને સુધારાત્મક વહીવટના અધિક પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવે જણાવ્યુ હતુ કે, આ ‘૬ઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ-૨૦૨૨’ પંદર વર્ષ બાદ ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. ગુજરાત રાષ્ટ્રીય કક્ષાની આ મીટનું ફરી એક વાર યજમાન બનવાનું છે, એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવની બાબત છે., એમ તેમણે ઉમેર્યું હતું. વધુ જાણકારી આપતાં ડૉ. રાવે જણાવ્યું હતું કે છેલ્લે ૨૦૧૬માં તેલાંગણા ખાતે આ મીટનું આયોજન થયું હતું. આ વખતે આ ગુજરાતમાં યોજાઇ રહી છે, ત્યારે અમે આ મીટને લઇને તમામ પ્રકારના આયોજનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને અને મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘૬ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- ૨૦૨૨નો ઉદઘાટન સમારંભ તારીખ ૪ સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ, એકા ક્લબ ખાતે યોજાશે. ઉદઘાટન સમારંભમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે.