દિવાળી દરમિયાન મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાના કારણે AMTSને રોજનું 10 થી 12 લાખનું નુકસાન થઈ રહ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
અમદાવાદમાં દિવાળીના છેલ્લા એક સપ્તાહમાં એએમટીએસ બસના મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને રોજની 10 થી 12 લાખની આવકને પણ મોટો ફટકો પડ્યો છે. ખાસ કરીને દિવાળીના તહેવારના છેલ્લા સપ્તાહે દૈનિક આવકમાં ફટકો પડતા એએટીએસને વધુ નુકશાન પહોંચ્યું છે. કારણ કે શહેરીજનો દિવાળીની ખરીદીમાં વ્યસ્ત છે અને કેટલાક ઘરેથી નીકળી ગયા છે અને કેટલાક પ્રવાસ પર ગયા છે. આ ઉપરાંત એએમટીએસ છોડીને લોકો મેટ્રો તરફ પણ વળ્યા છે. બીજી તરફ દિવાળીના દિવસે 60 હજારથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી અને મેટ્રોની કુલ આવક 1.5 કરોડ સુધી પહોંચી ગઈ.
આ ઉપરાંત અન્ય કારણો પણ છે. શહેરના કોટ વિસ્તારમાં કાલુપુરથી થલતેજ અને વસ્ત્રાલથી અમરાઈવાડી સુધીના રૂટ પર દોડતી મેટ્રો રેલનું સસ્તું ભાડું પણ મેટ્રો રેલ તરફ જવા લોકોને આકર્સી રહ્યું છે.
મહાનગર નગરપાલિકાની સૌથી પરિવહન સેવા એટલે કે, એએમટીએએસની આર્થિક સ્થિતિ ખથડી રહી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની તિજોરીમાં તેના કારણે ફટકો પડી રહ્યો છે. ખાસ કરીને તેના કારણે નુકશાનીનો સામનો પેસેન્જર ના મળતા કરવો પડી રહ્યો છે.