ભારતમાં કચેરીમાં કે કંપનીઓમાં કામ કરતી મહિલાઓના શોષણની ઘટના વધી રહી છે. ખુદ Women’s Indian Chamber of Commerce and Industryના સર્વેમાં આ ખુલાસો થયો છે. ચેમ્બરના મહિલા વિભાગના સરવેમાં 68.7% મહિલા સાથે શૌષણની ઘટના ઘટી હોવાનું બહાર આવ્યું છે. જો કે, સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, પોતાની ઓફિસમાં થતી જાતીય સતામણીની કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ કરી નથી. ભારતમાં થતી જાતીય સતામણીની ઘટનાઓ હવે ઝડપથી આગળ વધી રહી છે. હવેથી તેની વાર્ષિક સમીક્ષા કરવાનું શરૃ કરાયું છે. સરવેના અનુમાન પ્રમાણે દરરોજ કોઈને કોઈ ઓફિસમાં કોઈ સ્ત્રી ત્યાં કામ કરતા પુરુષની કરતૂતનો જ ભોગ બને છે.
મોટાભાગની મહિલાઓ શોષણ થવા અંગેની ફરિયાદ પણ કરતી નથી. સેક્સ્યુઅલ હરેસમેન્ટ ન માત્ર એક શારીરિક સંપર્ક છે. પણ તે વ્યક્તિની મહિલા પ્રત્યેની વર્તણૂંક અને અન્ય વ્યવહારને પણ અંકિત કરે છે. સરવે બાદ કુલ કેસના 1/3 ટકા મહિલાઓએ યૌન શોષણ સામે ફરિયાદ કરી છે. સરવેનો હેતુ ઓફિસમાં થતી જાતીય સતામણી અટકાવવાનો છે. સરવેમાં આ પ્રકારે ભોગ બનેલી મહિલાઓએ ફરિયાદ ન કરવાનું કારણ વિશ્વાસનો અભાવ, પોતાના કેરિયર પ્રત્યે ચિંતા અને આરોપીઓને કોઈ સજા ન થવાની બાબત ગણાવી હતી. કોઈ કર્મચારી પોતાના સાથી કર્મીની ઉપસ્થિતિથી કંઈ અસહજ મહેસુસ કરે છે? જેના જવાબમાં 70% મહિલાઓએ હા માં જવાબ આપ્યો હતો.
ખોટી ફરિયાદના વર્ગીકરણના સવાલ અંગે 46.2%એ કહ્યું કે, આ પ્રકારનું વર્ગીકરણ મહિલાઓને પોતાની ફરિયાદ કરતા અટકાવે છે. જ્યારે 51.1% કર્મચારીઓએ કહ્યું કે, એક વ્યક્તિને આ અંગે ફરિયાદ નોંધાવવા માટે એક વર્ષ અથવા એથી પણ વધારે સમય આપવો જોઈએ. 90% સભ્યોએ અધિનિયમની ગંભીરતાના આધારે અનૌપચારિક અને ઔપચારિક બંને ફરિયાદની તક મળવી જોઈએ તેમ જણાવ્યું હતુ. સરવે માટે 75% માનવ સંસાધનના સભ્યો, 50% કર્મચારી અને 45% NGOના સભ્યોએ કામગીરી કરી હતી.