કુદરતના કેટલાક કરિશ્મા કે પછી કરામણ ગણી શકાય તેવા કિસ્સામાં માણસ અને પ્રાણીઓ પણ સંકળાયેલા હોય છે. તાજેતરમાં જ અમેરિકામાં બહાર આવેલા એક કિસ્સામાં છોકરીનું દિલ શરીરની બહાર ધબકતું હોવાનું જણાયું હતુ. અમેરિકાની આ યુવતી કેટલાક સમયથી ખૂબ જ ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. વિરસાવી ગોંચારોવા નામની આ યુવતીના ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં વરસાવી ગોચારોવાનું હૃદય તેની છાતીથી બહારના ભાગે ધબકતું દેખાય છે. વિરસાવીયા ગોંચારોવાને કેન્ટ્રેલ ડિસઓર્ડરની પેન્ટાલોજી છે. આ રોગ બાળકોમાં જન્મજાત હોય છે. જેને કારણે, ગોંચારોવાના હૃદયની છાતી પર અનોખી રીતે સોજો દેખાયો હતો.
કેન્ટ્રેલ ડિસઓર્ડરની પેન્ટાલોજી સિવાય વિરસવીયા ગોંચારોવાના હૃદયમાં એક છિદ્ર પણ છે. હકીકતમાં ગોંચારોવાના પેટની પાંસળી અને સ્નાયુઓની રચના ખોટી રીતે થઈ હતી. આ સમસ્યા જન્મજાત હતી. પરંતુ તે મોટી થઈ તેમ તેમ તે સ્પષ્ટ થયું હતુ. ગોંચારોવાના પેટની પાંસળી અને સ્નાયુઓની રચના સામાન્ય માણસના શરીર કરતા જુદી જ છે. જેના કારણે ગોંચારોવાને મુશ્કેલીમાં મુકાવવું પડી રહ્યું છે. ગયા વર્ષે ગોંચારોવાને 2020નો મોટાભાગનો સમય હોસ્પિટલમાં વીત્યો હતો. આ સમય દરમિયાન તેનું ઓક્સિજનનું સ્તર પણ ઘટી ગયું હોવાની તબીબોએ પરિક્ષણ કર્યું હતું. જો કે, સારવારના 2 અઠવાડિયા પછી તેનું ઓક્સિજનનું સ્તર સામાન્ય થતા તબીબો તથા તે યુવતીના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.