મેરઠ બાદ ગાઝિયાબાદમાં પણ નાન બનાવનાર કારીગરનો રોટલી પર થૂંક ચોપડવાનો વીડિયો વાયરલ થયો હતો. આ બાબતથી જાગૃત નાગરિકો અને પોલીસ પરેશાન હતી. કારણ કે, વીડિયો કોઈ લગ્ન સમારોહ દરમિયાન જ ઉતારાતો હતો. જો કે, ગાઝિયાબાદની ઘટનામાં પોલીસે આરોપીની ઓળખ કરીને તેને જેલભેગો કરી દીધો છે. સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ થોડા સમય પહેલાં યુપીના મેરઠ વિસ્તારમાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં લગ્ન સમારંભ દરમિયાન રસોડામાં કોઈ કારીગર રોટલી પર થૂંક ચોપી રહ્યાનું દેખાતું હતુ. આ ઘટનાને હજી માસ પણ નથી થયો ત્યાં ગાઝીયાબાદમાં વધુ એક આ જ પ્રકારનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ગાઝિયાબાદના ભોજપુર વિસ્તારનો છે. ગત ગુરૂવારે ગામની એક શાળાના પરિસરમાં સગાઇ સમારોહ યોજાયો હતો. જેનો વાયરલ થયેલો વીડિયોમાં સગાઈ પ્રસંગે જમવાનું બનાવી રહેલો કારીગર રોટલીઓ પર થૂંક ચોપડીને નાન બનાવતો નજરે પડતો હતો.
સાથે જ ભોજન બનાવી રહેલો કારીગર અને તેનો સાથી તંદુર પર નાન બનાવી રહ્યા હતા. નાન બનાવી રહેલો એક કારીગર પ્રત્યેક નાન બનાવવા દરમિયાન તેના પર થૂંકી રહ્યો હતો. આ દ્રશ્યો જોઈએ કેટલાક જાગ્રત લોકોએ તો પીએમ મોદી અને સીએમ યોગીને ટ્વીટરના માધ્યમથી ફરિયાદ કરી હતી. આખરે આ કિસ્સામાં પોલીસ પણ હરકતમાં આવી હતી. પોલીસે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા કારીગરનું નામ મોહસિન છે અને તે મુરાદાબાદ વિસ્તારનો રહેવાસી છે. એસ.પી. ઇરાઝ રાજાએ જણાવ્યું હતુ કે, સોશિયલ મીડિયા દ્વારા એક વ્યક્તિએ ગાઝિયાબાદ પોલીસને ઘટનાની જાણકારી આપી હતી. જે બાદ આરોપીની ઓળખ કરવાની દીશામાં પોલીસે કાર્યવાહી કરતા તેમાં સફળતા મળી છે.