યુપીના અલીગઢ નજીક નીલાચલ એક્સપ્રેસમાં મુસાફરના માથામાં લોખંડનો સળિયો ઘૂસી ગયો, શુક્રવારે દિલ્હી-કાનપુર નીલાચલ એક્સપ્રેસમાં એક ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં હૃષિકેશ દુબે નામના વ્યક્તિનું મોત થયું હતું. બારીનો કાચ તોડીને લોખંડનો સળિયો વિન્ડો સીટ પર બેઠેલા વ્યક્તિને
ગળાની આરપાર થઇ જતા તેનું ટ્રેનની સીટ પર જ મોત થયું હતું.
ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ વિભાગના અલીગઢના દાનવર અને સોમના વચ્ચે શુક્રવારે સવારે 8.45 વાગ્યે આ ઘટના બની હતી. મુસાફર હરિકેશ દુબેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સવારે 9.23 કલાકે આ ઘટના બાદ ટ્રેનને અલીગઢ જંક્શન પર રોકી દેવામાં આવી હતી.
રેલવે પ્રવક્તાએ પીટીઆઈને જણાવ્યું હતું કે, દુર્ઘટના સમયે ટ્રેકની નજીક બાંધકામ ચાલી રહ્યું હોવાનું કહેવાય છે, પરંતુ રેલવેએ હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી. દરમિયાન, મૃતકના મૃતદેહને જીઆરપીને સોંપવામાં આવ્યો છે, અને તપાસ શરૂ કરવામાં આવી છે.