પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગણીને ધ્યાનમાં લઈને તારીખ 05 માર્ચથી જોધપુરથી સાબરમતી અને તારીખ 06 માર્ચથી સાબરમતીથી જોધપુર વચ્ચે એક અનરિઝર્વ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ છે. આ ટ્રેનમાં 9 અનરિઝર્વ કોચ હશે. આ સ્પેશિયલ મેઇલ એક્સપ્રેસ અનરિઝર્વ ટ્રેન તરીકે ચાલશે. 05 માર્ચ 2021થી દૈનિક ધોરણે શરૃ થનારી આ ટ્રેનનો નંબર 04822 હશે જે સાબરમતી-જોધપુર સ્પેશિયલ ટ્રેન તરીકે ઓળખાશે. ટ્રેનનું સંચાલન દરરોજ સવારે 07:00 વાગ્યે સાબરમતીથી કરવામાં આવશે. આ ટ્રેન સાંજે 19:10 વાગ્યે જોધપુર પહોંચ જાય તેવું આયોજન છે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન ખોડીયાર, કલોલ, ઝુલાસણ, ડાંગરવા, આંબલિયાસન, મેહસાણા, ઉંઝા, સિદ્ધપુર, છાપિ, ઉમરદ્દશી, પાલનપુર, કરજોડા, ચિત્રાસણી, જેથી, ઇકબાલગઢ, સરોતરા રોડ, અમિરગઢ, માવલ, આબુરોડ, મોરથલા, કિવરલી ભીમના, સ્વરૂપગંજ, બનાસ, પિંડવાડા, કેશવગંજ, જાના કોટહર, મોરી બેડા, જવાઇ બાંધ, બિરોલિયા, ફાલના, ખીમેલ રાની, જવાલી, સોમેસર, ભીનવાલિયા, બંતા રઘુનાથગઢ, આંવા, મારવાડ જંકશન, રાજકિયાવાસ, બોમાદ્રા, પાલી મારવાડ, કૈરલા, રોહત, લુણી જંકશન, હનવંત, સાલાવાસ, બાસની અને ભગતની કોઠી સ્ટેશને પર થોભશે. એ જ રીતે જોધપુર-સાબરમતી સ્પેશિયલ ટ્રેનનો નંબર 04821 હશે. જે 05 માર્ચથી દૈનિક ધોરણે જોધપુરથી સવારે 09:40 કલાકે રવાના થશે. આ ટ્રેન સાંજે 20:45 કલાકે સાબરમતી પહોંચી જાય તેવો ટાર્ગેટ રેલ મંત્રાલયના ટ્રાફિક વિભાગે રાખ્યો છે.