ટી 20 વર્લ્ડ કપ 2021 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી, જેનું નેતૃત્વ વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા કરશે. અત્યાર સુધી, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ ટી 20 વર્લ્ડ કપ 2021 માટે પોતાની ટીમોની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, રવિચંદ્રન અશ્વિન ભારતીય ટી 20 ટીમમાં પરત ફર્યો છે. આ સાથે જ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને ટીમના માર્ગદર્શક બનાવવામાં આવ્યા છે. શ્રેયસ એય્યર, શાર્દુલ ઠાકુર અને દીપક ચહરને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, આ ટૂર્નામેન્ટમાં ભારતની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. 17 ઓક્ટોબરથી શરૂ થનાર ICC T20 વર્લ્ડ કપ યુએઈ અને ઓમાનમાં યોજાશે. તેની અંતિમ મેચ 14 નવેમ્બરે દુબઈમાં રમાશે. પ્રથમ સેમીફાઈનલ 10 નવેમ્બરે અબુ ધાબીમાં રમાશે. બીજી સેમીફાઈનલ 11 નવેમ્બરે દુબઈમાં રમાશે. બંને સેમીફાઇનલ માટે અનામત દિવસ રાખવામાં આવ્યો છે. અંતે, ટૂર્નામેન્ટની ફાઇનલ 14 નવેમ્બરે દુબઇમાં રમાશે.
ભારતીય ટીમ:- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (કિપર), ઇશાન કિશન (કિપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ , વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.
સ્ટેન્ડબાય ખેલાડીઓ- શ્રેયસ એય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર.