અચ્છે દિનના વાયદા કરીને સત્તારૃઢ થયેલી ભાજપના શાસનના આઠ વર્ષ વીતી ગયા છે. આમ છતાં આમજનતાનો અચ્છે દિનનો અહેસાસ થતો નથી. દરરોજ કોઈને કોઈ ચીજવસ્તુના ભાવ વધારાએ દેશની પ્રજા તોબા પોકારવા માંડી છે. લોકસભામાં નબળા વિપક્ષને કારણે મોદી સરકાર પણ આડેધડ નિર્ણયો લઈ રહી છે. પેટ્રોલ, ડીઝલ સહિતની મહત્વની ચીજવસ્તુમાં ભાવ વધારો થઈ રહ્યો છે. આ સિલસિલો ચાલુ જ છે ત્યાં હવે બીજા એક ભાવ વધારાના સમાચાર આવ્યા છે. જેમાં ટેલિકોમ કંપનીઓ આગામી મહિનાઓમાં ટેરિફ પ્લાનમાં વધારો કરવાની વેતરણમાં હોવાનું જાણવા મળ્યું છે. જો, કંપનીઓ ટેરીફ ચાર્જ વધારી દેશે તો ગ્રાહકને માથે બોજો પડશે.
આ ઉપરાંત ઇન્ટરનેટનો ઉપયોગ કરવો મોંઘો બની જશે. 2019માં પહેલીવાર કંપનીઓએ ટેરિફ વધાર્યો હતો. ટેલિકોમ કંપનીઓએ ડિસેમ્બર 2019 માં ટેરિફ રેટમાં વધારો કર્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ 1 એપ્રિલથી મોબાઈલ સેવાના દરમાં વધારો ઝીંકાઈ શકે છે. ઈન્વેસ્ટમેન્ટ ઇન્ફર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સીના રિપોર્ટમાં નોંધાયું છે કે, ટેલિકોમ કંપની તેમની આવક વધારવાની ફિરાકમાં છે. તેથી નાણાકીય વર્ષ 2021-22માં ટેલિકોમ કંપનીઓ ફરી એક વખત ટેરિફમાં વધારો કરી શકે છે. જો કે, તેમની કિંમતોમાં કેટલો વધારો કરવામાં આવશે તે અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
આઈસીઆરના કહેવા મુજબ ટેરિફમાં વધારો અને ગ્રાહકોને 2Gથી 4Gમાં અપગ્રેડ કરવાથી વપરાશકર્તા દીઠ સરેરાશ આવક (એઆરપીયુ) સુધરી શકે છે. વર્ષના મધ્ય સુધીમાં, તે આશરે 220 રૂપિયા થઈ શકે છે. આનાથી આવતા 2 વર્ષમાં ઉદ્યોગની આવક 11% થી 13% અને નાણાકીય વર્ષ 2022માં ઓપરેટિંગ માર્જિનમાં લગભગ 38% જેટલી વૃદ્ધિ થવાનો ટાર્ગેટ છે.
લોકડાઉનમાં ટેલિકોમ કંપનીના ધંધામાં કોઈ અશર નથી થઈ છતાં ટેલિકોમ કંપનીઓ તેના પરની બાકી કુલ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) રૂ. 1.69 લાખ કરોડને મેળવવા આ ખેલ કરી રહી છે.