ભારતના ચૂંટણી પંચ દ્વારા ‘‘મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022” જાહે૨ ક૨વામાં આવ્યો છે. જે મુજબ જે નાગરિક તા.1 ઓક્ટોબર,2022ની લાયકાતની તારીખના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉંમર પૂર્ણ કરતાં હોય તેવાં નાગરિકો માટે તા.11 સપ્ટેમ્બર, 2022 સુધી મતદારયાદી સુધારણાની ઝુંબેશ ચાલી રહી છે. ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન અને રાહબરી હેઠળ આવતીકાલ તા.4 સપ્ટેમ્બર, રવિવારે જિલ્લામાં મતદાન મથકોએ બુથ લેવલ ઓફિસર (BLO) સવારે 10 થી સાંજે 5 કલાક દરમિયાન હાજર રહી અરજીઓ સ્વીકારશે.અભિયાન:સમગ્ર જિલ્લામાં આજે યોજાશે મતદાર સુધારણા માટે અભિયાન ભાવનગર8 કલાક પહેલા તા.10 ઓક્ટોબરે મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ થશે જે તે વિસ્તારમાં નજીકના મતદાન મથકોએ બુથ લેવલ ઓફિસર હાજર રહી અરજીઓ સ્વીકારવામાં આવશે ભારતના ચૂંટણી પંચ દ્વારા ‘‘મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022” જાહે૨ ક૨વામાં આવ્યો છે. જે મુજબ જે નાગરિક તા.1 ઓક્ટોબર,2022ની લાયકાતની તારીખના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉંમર પૂર્ણ કરતાં હોય તેવાં નાગરિકો માટે તા.11 સપ્ટેમ્બર, 2022 સુધી મતદારયાદી સુધારણાની ઝુંબેશ ચાલી રહી છે. ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન અને રાહબરી હેઠળ આવતીકાલ તા.4 સપ્ટેમ્બર, રવિવારે જિલ્લામાં મતદાન મથકોએ બુથ લેવલ ઓફિસર (BLO) સવારે 10 થી સાંજે 5 કલાક દરમિયાન હાજર રહી અરજીઓ સ્વીકારશે. જ્યાં મતદારો મતદારયાદીમાં નામ નોંધણી કરાવવાં, નામ રદ્દ કરવાં, કોઈ નામની સામે વાંધો લેવાં, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર-પૂરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ લેવલ ઓફિસરોને હક્કદાવાઓ રજૂ કરી શકાશે. તા.10 ઓક્ટોબરે મતદારયાદીની આખરી પ્રસિદ્ધ થશે. આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને હવે મતદાર યાદી અપગ્રેડ કરવામાં આવી રહી છે તેમાં નવા મતદારો બાકી રહી ન જાય તે માટે દર રવિવારે સઘન અભિયાન હાથ ધરાયું છે. મતદાર યાદીમાં નામ દાખલ કરવા પ્રક્રિયા યુવા નાગરિકો મતદા૨યાદીમાં નામ દાખલ કરાવવા ફોર્મ નં. 6, મૃત્યુ સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરવા ફોર્મ નં. 7, સુધારા માટે ફોર્મ નં. 8 તથા એક જ વિધાનસભા મતદાર વિભાગમાં સ્થળાંતર માટે ફોર્મ નં. 8(ક) જરૂરી આધાર પુરાવા સાથે સબંધિત મતદાન મથકે નામ નોંધણી અને સુધારા કરાવવાની તક છે. હેલ્પલાઈન નં.1950 ૫૨ વધુ જાણકારી મળશે ઉમેદવારો પોતાના નામ મતદાર યાદીમાં ચકાસવાં માટે તેમજ નામ દાખલ, કમી કરવાં અને સુધારાની અરજી www.voterportal.eci.gov.in અથવા www.nvsp.in અથવા Voter Helpline મોબાઈલ એપ અથવા www.ceo.gujarat.gov.in ઉપર પણ ઓનલાઈન અરજી કરી શકાશે. વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં.1950 ૫૨ સંપર્ક કરવાનો રહેશે.