સંબંધો માટે વિશ્વાસ એ માનવ જીવનની સૌથી મોટી ડોર છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે બીલીમોરા ખાતે મિસળ અને વડા પાંઉની બાઇટિંગ નામની લારી ચલાવતા હિમાંશુ પટેલ. કેનેડા ખાતે રહેતા તૃપ્તિબેન, ચેતનભાઈ, આલયાબેન, ઊર્મિલાબેન અને કંચનબેન એમણે આ વિશ્વાસના આધારે અનાજની કીટ દાન આપવા માટે હિમાંશુ પટેલ એમને આપી છે. વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલના માધ્યમ થકી વાંસદાના જરૂરિયાતમંદ લોકો માટે રૂ. 26000 ની કીટ અને બીલીમોરા અને આસ પાસના ગામોમાં કીટનું વિતરણ કર્યું છે.
કિટનો લાભ મેળવનાર તમામ લોકોનો ફોટો પાડી કેનેડા મોકલવામાં આવે છે. ચોખ્ખા અને પારદર્શક વહીવટનું હિમાંશુ પટેલ એક ઉત્તમ ઉદાહરણ છે. આજ દિન સુધી હિમાંશુ પટેલ કે જેમને એમના ઉપનામ પટેલ સાહેબ તરીકે લોકો વધું ઓળખે છે એમણે રૂ. 48000 ની અનાજની કીટ પહોંચાડી છે. કોરોના મહામારી બાદ આર્થિક મંદીના માહોલમાં આવું પુણ્ય કરી કેનેડાના તમામ દાતાઓએ એમના અને એમના પરિવાર માટે અનેક આશીર્વાદ મેળવયા છે. કિટમાં ઘઉં, જુવાર, ખાદ્ય તેલ, મીઠું, કઠોળ, ચા, ખાંડ જેવી સામગ્રી આપવામાં આવી છે.