ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને ટાઇટલ જીત્યું હતું. મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ અને ત્યાં લિયોનેલ મેસીની ટીમે 36 વર્ષ બાદ ફરી એકવાર વર્લ્ડ કપ જીત્યો. મેચમાં ઘણી એવી ક્ષણો આવી જેના કારણે ફેન્સ સમજી શક્યા ન હતા કે મેચ કોણ જીતશે. બંને ટીમો વચ્ચેની મેચ શાનદાર રહી હતી અને મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટ દ્વારા આર્જેન્ટિનાના પક્ષમાં આવ્યો હતો.
વર્લ્ડ કપ ફાઈનલનો રોમાંચ
ફાઈનલ મેચના પહેલા હાફમાં આર્જેન્ટીનાનું પલડું ભારે જણાતું હતું. આર્જેન્ટિનાએ શાનદાર રમત બતાવતા પહેલા હાફમાં જ 2 ગોલ કર્યા હતા. કેપ્ટન અને મહાન ફૂટબોલર લિયોનેલ મેસીએ 23મી મિનિટે ટીમ માટે પહેલો ગોલ કર્યો હતો. અને ડી.મારિયાએ 36મી મિનિટે ગોલ કરીને ટીમને 2-0ની સરસાઈ અપાવી હતી.
બીજા હાફમાં ફ્રેંચ સ્ટાર ખેલાડી કાઈલિન એમબાપ્પેની જોરદાર રમત જોવા મળી હતી. તેણે 80મી અને 81મી મિનિટમાં એટલે કે 90 સેકન્ડથી ઓછા અંતરે બે ગોલ કર્યા અને મેચને 2-2ની બરાબરી પર લાવી દીધી.
90 મિનિટ ફૂલ ટાઈમ અને 7 મિનિટના એક્સ્ટ્રા સમય પછી પણ, જ્યારે સ્કોર 2-2 પર બરાબર હતો, ત્યારે બંને ટીમોને 15-15 મિનિટનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો. લિયોનેલ મેસીએ વધારાના સમયની 108મી મિનિટે અને કાઈલિન એમબાપ્પે 118મી મિનિટે ગોલ કર્યા હતા. આ ગોલ સાથે વધારાના સમય બાદ પણ મેચ 3-3થી બરોબર રહી હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટ કરવામાં આવ્યું હતું.
આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં જીત મેળવી હતી
શૂટઆઉટમાં ફ્રાન્સની ટીમે પ્રથમ ગોલ કર્યો હતો
આર્જેન્ટિનાએ પણ પહેલો ગોલ કર્યો હતો.
ફ્રાન્સ બીજી તક પર ગોલ ચૂકી ગયું.
આર્જેન્ટિનાએ બીજી તક પર પણ ગોલ કર્યો.
ફ્રાન્સ ત્રીજા પ્રસંગે પણ ગોલ કરી શક્યું ન હતું.
આર્જેન્ટિનાએ ત્રીજો ગોલ કર્યો હતો.
ફ્રાન્સે ચોથો ગોલ કર્યો હતો.
આર્જેન્ટિનાએ સતત ચોથો ગોલ કરીને વર્લ્ડ કપ જીત્યો હતો.