રાજ્યભરમાં ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લામાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનો રૂટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તા.૧૬-૧૦ના રોજ રાજુલા વિધાનસભાના દાતરડી ગામે સવારે ૧૦ કલાકે ગુજરાત ગૌરવ યાત્રાનું આગમન થશે, બાદમાં ૧૦ઃ૩૦ કલાકે રાજુલા ખાતે જાહેર સભાનું આયોજન કરાયું છે.
બાદમાં ૧૧ઃ૪પ ધારેશ્વર ખાતે સ્વાગત પોઈન્ટ, બપોરે ૧રઃ૦પ વાવેરા-સ્વાગત પોઈન્ટ, બાદમાં વિજપડી ખાતે ૧રઃ૩પ સ્વાગત સભા, ૧ઃ૧પ બાઢડા-સ્વાગત પોઈન્ટ, ૧ઃ૩પ સાવરકુંડલા ખાતે જાહેરસભા-ભોજન, ૩ઃર૦ ભુવા-સ્વાગત પોઈન્ટ, ૩ઃ૪૦ જુના સાવર-સ્વાગત પોઈન્ટ, સાંજે ૪ઃ૧૦ લીલીયા ખાતે સ્વાગત સભા, ૪ઃ૪૦ અંટાળીયા-સ્વાગત પોઈન્ટ, પઃ૦પ કલાકે અકાળા-સ્વાગત પોઈન્ટ, પઃરપ લાઠી ખાતે સ્વાગત સભા, પઃપપ ચાવંડ-સ્વાગત પોઈન્ટ, ૬ઃ૧પ બાબરા ખાતે જાહેર સભા, ૭ઃ૩પ લુણકી-સ્વાગત પોઈન્ટ, ૭ઃપપ ચિતલ-સ્વાગત સભા, ૮ઃર૦ નાના માચીયાળા-સ્વાગત પોઈન્ટ, ૮ઃ૪પ અમરેલી ખાતે જાહેર સભા-ભોજન, તા.૧૭-૧૦ના રોજ સવારે ૯ઃ૩૦ કલાકે મોટા આંકડીયા-સ્વાગત પોઈન્ટ, ૯ઃપપ અમરાપુર-સ્વાગત પોઈન્ટ, ૧૦ઃ૦૦ મોટી કુંકાવાવ-સ્વાગત સભા, ૧૦ઃરપ જૂના વાઘણીયા, ૧૦ઃ૪પ હડાળા, ૧૧ઃ૧પ બગસરા-જાહેર સભા સહિતના રૂટો જાહેર કરાયા છે.