16 ડિસેમ્બરે, કેન્દ્ર સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો અને ડીઝલ પરની લેવી પણ ઘટાડી છે. સંશોધિત કર દર 16 ડિસેમ્બર, 2022 થી અમલમાં આવ્યા છે. એક નોટિફિકેશનમાં નાણા મંત્રાલયે જણાવ્યું કે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ 4,900 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 1,700 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે.
જ્યારે નિકાસ માટે હાઈ-સ્પીડ ડીઝલ પર વિન્ડફોલ ટેક્સ અગાઉ 8 રૂપિયાથી ઘટાડીને 5 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો છે. તેમાં 1.5 રૂપિયા પ્રતિ લીટરનો વધારાનો સેસ સામેલ છે. એર ઇંધણ એટલે કે એટીએફ પરની વસૂલાત ઘટાડીને 1.5 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી તે કંપનીઓને રાહત મળશે, જે પેટ્રોલ-ડીઝલ અને ATFમાં ક્રૂડ ઓઈલ ઉત્પાદનની નિકાસ કરે છે.
અગાઉ, 1 ડિસેમ્બર, 2022 ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક ક્રૂડ ઓઇલના વેચાણ પર યોજાયેલી સમીક્ષા બેઠકમાં, તેને 10,200 રૂપિયાથી ઘટાડીને 4,900 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો હતો. જ્યારે પેટ્રોલ પર વિન્ડફોલ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો, ત્યારે એટીએફ પરનો ટેક્સ પ્રતિ લિટર 5 રૂપિયા યથાવત રાખવામાં આવ્યો હતો.
નિષ્ણાતોનું માનવું છે કે સરકારના આ પગલાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા વધી ગઈ છે. હવે સ્થાનિક બજારમાં તેલનો પુરવઠો ઘણો સારો છે, જેના કારણે કંપનીઓ પર દબાણ ઓછું થયું છે અને તેઓ કિંમતોમાં ઘટાડો કરી શકે છે.