બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ ઉત્તર પ્રદેશ ચૂંટણી માટે તેની ત્રીજી યાદી બહાર પાડી છે. આ યાદીમાં 7 ઉમેદવારોના નામ સામેલ છે. ઓવૈસી આ વખતે નવી રણનીતિ સાથે જોવા મળી રહ્યા છે. આ યાદીમાં બે હિન્દુ ઉમેદવારોના નામ પણ સામેલ છે. અગાઉની યાદીમાં પણ પાર્ટીએ બ્રાહ્મણ નેતાને ટિકિટ આપી હતી જે લગભગ 20 વર્ષથી સપા સાથે હતા.
AIMIM દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર, પાર્ટીએ હસ્તિનાપુરથી વિનોદ જાટવ, મેરઠ શહેરથી ઈમરાન અંસારી, બરૌલીથી શાકિર અલી, સિકંદરાબાદથી દિલશાદ અહેમદ, રામનગરથી વિકાસ શ્રીવાસ્તવ, નાકુરથી રિઝવાના અને કુંડાર્કીથી હાફિઝ વારિસને મેદાનમાં ઉતાર્યા છે. આ રીતે પાર્ટીએ અત્યાર સુધીમાં લગભગ 25 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે AIMIM લગભગ 80-100 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે.
જણાવી દઈએ કે, આ વખતે પાર્ટીએ એક બ્રાહ્મણ નેતાને પણ ટિકિટ આપી છે. પાર્ટી આ અંગે ચર્ચામાં છે. AIMIM પાર્ટીના એકમાત્ર બ્રાહ્મણ પંડિત મનમોહન ઝા ગાઝિયાબાદના સાહિબાબાદથી ચૂંટણી લડી રહ્યા છે. મનમોહન ગાઝિયાબાદના સાહિબાબાદથી ઉતર્યા છે. તેમણે ઓવૈસીની પાર્ટીની વિચારધારાને યોગ્ય ઠેરવી છે, જેના કારણે તેઓ પાર્ટી સાથે પણ જોડાયેલા છે.