થાઇલેન્ડ ઓપન સુપર ૧૦૦૦ ટુર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઇનલમાં ભારતની પી.વી. સિંધુ અને સમીર વર્માને પછડાટ ખાવાની નોબત આવી હતી. બીજી તરફ સિંગલ્સમાં સમીર વર્માના અભિયાનનો ડેન્માર્કના વિશ્વના ત્રીજા ક્રમાંકિત ખેલાડી ૧૩-૨૧, ૨૧-૧૯, ૨૦-૨૨થી પરાજય થતાં તેને નિરાશ થવુ પડ્યું છે. જ્યારે ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ પી.વી.સિંધુનો ક્વાર્ટર ફાઇનલમાં થાઇલેન્ડના રેચનોક ઇન્થેનોન સામે સીધા સેટોમાં ૨૧-૧૩, ૨૧-૯થી પરાજય થયો હતો. જયારે અશ્વની પોનપ્પા અને સાત્વિકરાજની જોડીએ શાનદાર વિજય મેળવીને મિકસ્ડ ડબલ્સની સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. પાંચમી ક્રમાંકિત જોડી અને વિશ્વના છ નંબરના ખેલાડી પેંગ સૂન ચાન અને મલેશિયાના લિઉ યિંગ ગોહને સાત્વિક અને અશ્વિનીએ ૧૮-૨૧, ૨૪-૨૨ અને ૨૨-૨૦થી શિકસ્ત આપી હતી. એક કલાક અને પંદર મિનિટ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં અશ્વની-સાત્વિકરાજે ખેલનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતુ. હવે આ બંનેનો સામનો થાઇલેન્ડના દેચાપોલ-સપસિરીની બનેલી જોડી સામે થશે.