શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનાર મુકાબલાથી એશિયા કપ 2022નો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ભારત અને પાકિસ્તાન સહિત કુલ છ ટીમ એશિયા કપ જીતવા માટે મેદાનમાં ઉતરશે. આ દરમિયાન ભારતીય ટીમનું લક્ષ્ય આ ખિતાબને જીતવાની સાથે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડકપ માટે પોતાની તૈયારીને પુરતી કરવા પર હશે.
આગામી ટી-20 વર્લ્ડકપને કારણે આ ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં રમાઇ રહી છે જ્યા કોઇ પણ ટીમ કોઇ પણ ટીમને હરાવી શકે છે. ક્વોલિફાયર હોન્ગકોન્ગ સિવાય ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી સાત વખતની ચેમ્પિયન ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમ કોઇને પણ હરાવી શકે છે.
તમામ 6 ટીમના ખેલાડીઓ
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન, રવિ બિશ્નોઇ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, અવેશ ખાન
સ્ટેન્ડબાય- શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, દીપક ચહર
પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), શાદાબા ખાન, આસિફ અલી, ફખર જમાં, હૈદર અલી, હારિસ રઉફ, ઇફ્તિખાર અહમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, હસન અલી, નસીમ શાહ, મોહમ્મદ હસનૈન, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદિર
બાંગ્લાદેશ: શાકિબ અલ હસન (કેપ્ટન), અનામુલ હક, મુશ્ફિકુર રહીમ, અફિક હુસૈન, મોસાદેક હુસૈન, મહમદુલ્લાહ, મહેદી હસન, મોહમ્મદ સૈફુદ્દીન, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહમાન, નસુમ અહમદ, સબ્બીર રહમાન, મેહદી હસન મિરાજ, ઇબાદત હુસૈન, પરવેઝ હુસૈન, એમોન, નુરૂલ હસન સોહન, તસ્કીન અહમદ
શ્રીલંકા: દસુન શનાકા (કેપ્ટન), દનુષ્કા ગુણાતિલક, પથુમ નિસંકા, કુશલ મેંડિસ, ચરિત અસલંકા, ભાનુકા રાજપક્ષે, આશેન બંડારા, ધનંજયા ડી સિલ્વા, વાનિંદુ હસારંગા, મહેશ તીક્ષ્ણા, જેફરી વેંડરસે, પ્રવીણ જયવિક્રમા, ચમિકા કરૂણારત્ને, દિલશાન મધુશનકા, મથીશા પથિરાના, નુવાનીડુ ફર્નાન્ડો, દિનેશ ચાંદીમલ
અફઘાનિસ્તાન: મોહમ્મદ નબી (કેપ્ટન), નજીબુલ્લાહ જાદરાન, અફસર જજઇ, અજમતુલ્લાહ ઓમરજઇ, ફરીદ અહમદ મલિક, ફઝલ હક ફારૂકી, હશમતુલ્લાહ શાહિદી, હજરતુલ્લાહ જજઇ, ઇબ્રાહિમ જદરાન, કરીમ જનત, મુજીબ ઉર રહમાન, નવીન ઉલ હક, નૂર અહમદ, રહમાનુલ્લા ગુરબાજ, રાશિદ ખાન, સમીઉલ્લાહ શિનવારી, ઉસ્માન ગની
હૉન્ગકૉન્ગ: નિજાકત ખાન (કેપ્ટન), કિંચિત શાહ, જીશાન અલી, હારૂન અરશદ, બાબર હયાત, આફતાબ હુસૈન, અતીક ઇકબાલ, એજાજ ખાન, એહસાન ખાન, સ્કૉટ મૈકકિની, ગજનફર મોહમ્મદ, યાસિમ મુર્તજા, ધનંજય રાવ, વાજિદ શાહ, આયુષ શુકલા, અહાન ત્રિવેદી, મોહમ્મદ વહીદ