ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ 2022માં પાકિસ્તાનને હરાવ્યા પછી હવે પોતાના બીજા મુકાબલામાં હૉન્ગકોન્ગનો સામનો કરવા જઇ રહી છે. હૉન્ગકોન્ગ વિરૂદ્ધ ભારતીય ટીમ માટે મુકાબલો કોઇ નેટ પ્રેક્ટિસથી ઓછો નહી હોય. આ મેચમાં તમામની નજર ટીમ ઇન્ડિયાના અનુભવી બેટ્સમેનો પર રહેશએ જે પાકિસ્તાન વિરૂદ્ધ મુકાલબામાં ખાસ પ્રદર્શન કરી શક્યા નહતા. ભારત હૉન્ગકોન્ગને હરાવીને સુપર-4માં પોતાની જગ્યા પાક્કી કરવા માંગશે.
લોકેશ રાહુલ જેવા બેટ્સમેનો માટે લયમાં પરત ફરવાની સુવર્ણ તક હશે. એમ પણ રોહિત શર્માની ટીમ માટે ગ્રુપ-એની આ મેચ કોઇ નેટ પ્રેક્ટિસથી ઓછી નથી. હોન્ગકોન્ગની ટીમમાં મોટા ભાગના ખેલાડી ભારત અને પાકિસ્તાન મૂળના છે જે આ બન્ને દેશની ફર્સ્ટ ક્લાસ શ્રેણીમાં પણ જગ્યા બનાવી શકતા નથી.
લોકેશ રાહુલે આ વર્ષે પોતાની પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ પાકિસ્તાન સામે રમી હતી. તે અને રોહિત શર્મા ટીમ પ્રેક્ટિસ પર ફોકસ કરવા માંગશે. ટી-20માં 20 બોલમાં 45 રનનું મહત્વ 65 બોલમાં અણનમ 90 જેવા સ્કોર કરતા વધારે હોય છે. રાહુલ કેવી રીતે ઇનિંગને આગળ વધારે છે તે જોવુ રસપ્રદ રહેશે. ભારતની નજર 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડકપ માટે યોગ્ય ટીમ કોમ્બિનેશન શોધવા પર પણ છે.
અશ્વિનને મળી શકે છે તક
પાકિસ્તાન વિરૂદ્ધ મુકાબલામાં શાહીન શાહ આફ્રિદી ના હોવા છતા ભારતીય ટોપ ઓર્ડર કઇ ખાસ પ્રદર્શન કરી શક્યુ નહતુ. ટી-20 વર્લ્ડકપમાં પણ ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમ વિરૂદ્ધ ભારતની શરૂઆતથી જ આક્રમક રમવાની રણનીતિની અસલી પરીક્ષા થશે. હૉન્ગકોંગ વિરૂદ્ધ ચહલ અને જાડેજાને આરામ આપીને રવિચંદ્રન અશ્વિન અને રવિ બિશ્નોઇને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.
સંભવિત ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઇ, ભૂવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન