સ્તન કેન્સર જેવી જીવલેણ બિમારી સામે જાગૃતિ ફેલાવવા ઓક્ટોબર મહિનો સમગ્ર વિશ્વમાં વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ નિમિત્તે મનાવાય છે. શહેરના નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વુમન વેલનેસ ક્લિનિક (WWC) હેઠળ સંસ્થાના સંસ્થાપક તથા સી.એ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડાયરેક્ટર શ્રી હિનાબેન જરીવાલા, શ્રી સુરેશભાઈ રંગોલી પ્રમુખશ્રી, અન્નપૂર્ણા આરોગ્યધામ, ભાભરના સહયોગથી લાભાર્થીઓ માટે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિવિલ, અમદાવાદ, કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા અન્નપૂર્ણા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એસએસ આરોગ્યધામ (અન્નપૂર્ણા ધામ) વાવ રોડ મુ.પો.તા.ભાભર પી.નં 385320 જીલ્લો બનાસકાંઠા ખાતે સ્તન કેન્સર, ગર્ભાશય કેન્સર તથા મોઢાના કેન્સર સહિત મહિલાઓને લગતા વિવિધ રોગો માટે જાગૃતિ કાર્યક્રમ તથા વિના-મૂલ્યે નિદાન કેમ્પનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.
ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિવિલ, અમદાવાદ દ્વારા સંચાલિત સંજીવની રથ જે સુપર સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ટીમ તથા આધુનિક સાધનોથી સજ્જ છે તેમાં ભાભર ખાતે બે દિવસ માટે યોજાયેલ કેમ્પમાં ૧૩૦થી વધુ મહિલાઓની તપાસ કરાતા કેટલાક પોઝીટિવ કેસો જોવા મળ્યા હતા. પીડિત દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. ઉપરોક્ત કેમ્પનો લાભ ભાભર, દિયોદર, લાખણી, થરાદ, વાવ, રાધનપુર, કાંકરેજ, થરા, શિહોરી, તથા સૂઈગામ ગ્રામ્ય વિસ્તારની બહેનોએ લીધો હતો. સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી.
આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું.