વલસાડ તાલુકાના અટગામ ખાતે છેલ્લા ત્રણ વર્ષથી ૬૬કેવી વિદ્યુત સબસ્ટેશનનું કામ શરૂ કરેલું જેમાં ટાવર લાઇન સામે ખેડૂતોએ વિરોધ દર્શાવતા બે વર્ષથી ખોરંભે પડેલું છે. ડુંગરીથી ધનોરી અટગામ નવા સબ સ્ટેશન માટે ટાવર લાઈનનું કામ બે વર્ષ પહેલાં ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના અને યોગ્ય વળતર ચૂકવ્યા વિના શરૂ કરાતા ખેડૂતોએ વિરોધ દર્શાવી કામ અટકાવેલું છે જેનો ગેટકો દ્વારા બે વર્ષથી નિકાલ નહીં થતાં રૂ.પાચ કરોડથી વધુનું નવું સબ સ્ટેશન કાર્યાન્વિત નહી થતા ભારે નુકસાન કરી રહ્યું છે. ધનોરી ગામના ખેડૂત શ્રી દિલીપભાઈ મકનજી પટેલે ગેસ પાઈપલાઈનમાં ભારે નુકસાન વેઠવું પડ્યું અનેક કિંમતી ઉપજાઉ ઝાડો ગુમાવવા પડેલા. આ ટાવરલાઈનથી બચેલા ૪૮માથી ૨૪ ફળાઉ વૃક્ષો ભોગ બને છે. જેથી સંપાદનમાં દાઝેલા ૫૧ ખેડૂતોએ સાથે મળીને વલસાડ કલેકટર ને તા.૧૮-૩-૧૯ ના રોજ રૂબરૂ આવેદનપત્ર આપી ટાવર લાઇનના કારણે જે નુકસાન વેઠવું પડે છે તેમાં યોગ્ય પૂરતા વળતરની રજૂઆત કરી હતી પરંતુ કલેકટર વલસાડ દ્વારા બે વર્ષ પૂરા થવાના કોઈ જવાબ- પગલાં લેવાયા નથી જેથી ખેડૂતોમાં ભારે અસંતોષ છે.
કાર્યપાલક ઇજનેર બાંધકામના પી એન પટેલ- નવસારી દ્વારા રૂકાવટ અંગે દિલીપભાઈને પત્ર લખેલો જે સંદર્ભે દિલીપભાઈએ વારી ફળિયાના એડવોકેટ હાર્દિક રાવલ દ્વારા તા.૨૫-૪-૧૯ના રોજ નોટિસ પાઠવી રજૂઆતો કરેલ તેનો પણ બાંધકામ વિભાગ દ્વારા કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. તા.૧૨-૧-૨૧ ના રોજ ગુજરાત સરકારે જમીન સંપાદન અને નુકસાન માટે નવા વળતરદરોની જાહેરાત કરી છે તો નવા દરો ધ્યાને લઇને ગેટકો યોગ્ય વળતર આપે તો ટાવર લાઈનનું કામ પૂરું કરવા માટે તેઓ સહકાર આપશે એવું અસરગ્રસ્ત ખેડૂતો જણાવે છે.