યુપી બાદ હવે ગુજરાતમાં લવ જેહાદના કિસ્સા વધી રહ્યા છે. રાજ્ય સરકાર સુધી આ ગંભીર મામલાની નોંધ લેવાઈ રહી હોવાથી એકાદ સપ્તાહમાં જ લવજેહાદ સામે કાયદો લાવવાની તૈયારી થઈ ગઈ છે. દરમિયાન વડોદરામાં લવ જેહાદના એક કિસ્સામાં હિંદુ યુવતીને પસ્તાવાનો વારો આવ્યો હતો. મુસ્લિમ યુવક સાથે લગ્ન કરનાર યુવતીએ ધર્મ પરિવર્તન કરવાનો ઈન્કાર કરતા પતિએ તેની પર અત્યાચાર ગુજારવાનું શરૃ કર્યું હતુ. તેથી મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે. વડોદરાના છાણી જકાતનાકા પાસે નર્મદા નિગમ કોલોનીમાં રહેતી મનીષા(ઉં.વ.24, નામ બદલ્યું છે)એ એસવાય B.A સુધી અભ્યાસ કર્યો છે. તે અગાઉ માતા-પિતા સાથે નિઝામપુરા કુંભારવાડામાં રહેતી હતી. આ દરમિયાન તેમના ઘર સામે રહેતા ગરાસીયા મુસ્લિમ જાતિના તોસીફ કિરણભાઈ રાણા સાથે તેની આંખો મળી ગઈ હતી.
બંને વચ્ચે દિવસે દિવસે પ્રેમસબંધ વધુને વધુ ગાઢ થતો ગયો હતો. ત્યારબાદ તોસીફ અવારનવાર મોનાલીને મળી લગ્નનો પ્રસ્તાવ મુક્તો હતો. મનીષાને તેણે લાલચો આપીને એવી ફસાવી હતી કે, તે તેની વાતોમાં આવી ગઈ હતી. આખરે મનીષા તે તૌસીફ જોડે લગ્ન કરવા માટે તૈયાર થઈ હતી. જો કે, મનીષાના પરિવારને આ વાતની જાણ થતાં તેઓએ બંનેના પ્રેમસંબંધ અને લગ્નના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. દરમિયાન જુલાઈ 2018માં મનીષાએ પરિવારની મરજીથી વિરુદ્ધ જઈને તોસિફ સાથે કુબેરભવન ખાતે કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ તોસિફ તેની પત્ની મનીષાને લઈ સાવલીના ટુંડાવ ગામે ભાઈના ઘરે ચાલ્યો ગયો હતો. જો કે ત્યાં કોઈ કામ ન મળતા તે 4 માસ બાદ પરત વડોદરા આવી પહોંચ્યો હતો. આખરે આ દંપતી નિઝામપુરા કુંભારવાડામાં રહેવા લાગ્યું હતુ. જો કે, લગ્ન બાદ પણ તૌફીક મનીષાને વારંવાર તેનું હિંદુ નામ બદલવા કહી રહ્યો હતો.
આ સાથે જ મનીષાને તે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા પણ દબાણ કરતો હતો. પરંતુ મનીષાએ મુસ્લિમ ધર્મ અપનાવવા ઈન્કાર કરી દીધો હતો. તેથી તોસીફ તેનાથી ભારે નારાજ થઈને તેની સાથે મારપીટ પર ઉતરી આવ્યો હતો. વારંવાર મારઝુડ અને માનસિક ત્રાસ છતા મનીષા ટસથી મસ થતી ન હતી. યુવતીએ મુસ્લિમ ધર્મ ન અપનાવતાં આરોપીએ તેને તથા તેના ઘરના સભ્યોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે મનીષાએ આ અંગે ફતેગંજ પોલીસ મથકે તોસીફ વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી.