ગુજરાતના રાજકોટમાં એક વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે. જેમાં સુહાગરાતથી જ પત્ની પર અત્યાચાર ગુજારાયો હતો. ખુદ પતિ જ આ કેસમાં આરોપી બન્યો છે. પત્નીએ કરેલા આક્ષેપ મુજબ માસિક ધર્મ હોવા છતાં પણ પતિએ તેની સાથે શારીરિક સબંધ બાંધવા જબરદસ્તી કરાતી હતી. અને ખૂબ જ માર પણ મરાતો હતો. ઘટના અંગે મળતી વિગતો એવી છે કે, રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં મનીષા નામની એક યુવતીએ પતિ અને સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ પહેલા તે યુવતીના વર્ષ 2018માં પહેલા પતિ સાથેથી છૂટાછેડા થયા હતા. ત્યારબાદ યુવતીએ બીજા લગ્ન કર્યા હતા. બીજા લગ્નમાં પણ તેને સાસરીયા અને પતિનો અત્યાચાર સહન કરવાની નોબત આવી હતી. યુવતીએ મહિલા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, પતિ લગ્નની પહેલી રાત્રે જ દારુ પીને આવ્યો હતો અને તેને અપશબ્દો કહ્યા હતા. ત્યારબાદ પતિએ ઉશ્કેરાઈ જઈને કારણ વગર જ પત્નીને માર માર્યો હતો.
જે બાદ આ સિલસીલો ચાલુ રહ્યો હતો. પત્ની માસિક ધર્મમાં હોય છતાં પણ પતિએ તેને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરાતી હતી. સાસરીયાઓનો ત્રાસ સહન કર્યા પછી અંતે પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પતિએ તો લગ્નના પહેલા દિવસથી જ પરિણીતાને ત્રાસ આપવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ લગ્નના થોડા દિવસો પછી સાસરીયાઓએ પણ પરિણીતાને તેનો રંગ દેખાડ્યો હતો. સસરા પરિણીતાને રસોઈ બરાબર ન આવડતી હોવાનું કહીને ટોણાં મરાતા હતા. જયારે ઘરના બધા નિર્ણયો નણંદ લેતી હતી. દિવાળીના રોજ પરિણીતા પતિની ફટાકડાની ફેક્ટરીએ ગઈ હતી. તે સમયે પતિ ફેક્ટરીમાં પરિણીતા સામે જ દારૂ બોટલ લઇને બેસી ગયો હતો. પત્નીએ પતિને દારુ ન પીવા ટકોર કરી તો પતિએ કહ્યું હતું કે, તારે મારી સાથે રહેવું હોય તો રહે, બાકી હું દારુ તો નહીં જ છોડુ. આટલું ઓછું હોય તેમ પરિણીતાને ભગવાનની પૂજાઅર્ચના પણ કરવા દેવાતી ન હતી. તે એક દિવસ જ્યારે પારિવારીક પ્રસંગમાં પરિવાર ગયો ત્યારે પરિણીતાના મોબાઈલમાં નણંદોયાનો ફોન આવ્યો હતો જે બાદ તેના ચારિત્ર્યની શંકા રાખીને પતિએ મહેણા મારવા માંડ્યા હતા. આખરે કંટાળેલી પરિણીતાએ પોલીસનું શરણુ લીધું હતુ.