રેલવે ટ્રેક પર પ્રાણીઓ આવી જવાની અગાઉ પણ ઘણી ઘટનાઓ બનતી આવી છે. રવિવારે નવસારીમાં મુંબઈ થી નિઝામુદિંન જતી અગસ્ત ક્રાંતિ ટ્રેનની અડફેટે પાંચ ગાયો આવી ગઇ હતી. અકસ્માતમાં પાંચેય ગાયોના કરૂણ મોત નીપજ્યા હતા અને તેમજ પેસેન્જરોના શ્વાસ પણ અધ્ધર થયા હતા સદભાગ્યે મોટી દુર્ઘટના બનતા ટળી હતી. હાલ મળી રહેલી માહિતી મુજબ નવસારી નજીક 12953 મુંબઈ- નિઝામુદિંન અગસ્ત ક્રાંતિ ટ્રેનની અડફેટે પાંચ ગાયો આવી જતા તમામ પાંચેય ગાયોના મૃત્યુ થયા હતા. આ દૂર્ધટના ઘટતાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરો પણ થોડા સમય માટે અવાક થઇ ગયા હતા. જો કે લોકો પાયલટની સમયસુચકતાને લીધે મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતને કારણે એન્જિનને નુકસાન થતાં ટ્રેન 20 મિનિટ માટે ત્યાં જ રોકી દેવામાં આવી હતી. નવસારીના રેલવેના સ્ટાફ દ્વારા ગાયોના મૃતદેહને ખસેડી ડાઉન ટ્રેકને ક્લીન કર્યા બાદ રેલવે વ્યવહાર શરૂ થઇ શક્યો હતો. ઓગસ્ટ ક્રાંતિ રાજધાનીને 20 મિનિટ થોભાવવામાં આવી હતી કારણ કે એન્જિનને થોડું નુકસાન થયું હતું. જો કે ટ્રેનમાં કોઈ ટેક્નિકલ ખામી ન દેખાતા 20 મિનિટ બાદ ટ્રેન રવાના કરાઈ હતી.