ઑસ્ટ્રેલિયન સરકારે શુક્રવારે જાહેરાત કરી કે તે ચાલુ નાણાકીય વર્ષમાં કાયમી ઇમિગ્રેશન મર્યાદા 35,000થી વધારીને 1.95 લાખ કરશે. ઓસ્ટ્રેલિયા કૌશલ્ય અને શ્રમબળની અછત સાથે ઝઝૂમી રહ્યું છે. સરકારો, ટ્રેડ યુનિયનો, વ્યવસાયો અને ઉદ્યોગોના 140 પ્રતિનિધિઓની બે દિવસીય સમિટમાં ગૃહ બાબતોના પ્રધાન ક્લેર ઓનીલે 30 જૂન, 2023ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે વધારાની જાહેરાત કરી હતી.
ઓનીલે કહ્યું કે, ઓસ્ટ્રેલિયન નર્સો બે વર્ષથી બે-ત્રણ શિફ્ટમાં કામ કરી રહી છે. ગ્રાઉન્ડ સ્ટાફના અભાવે ફ્લાઈટ્સ કેન્સલ થઈ રહી છે. તોડવા માટે કોઈ ન હોવાથી ફળોને ઝાડ પર સડવા માટે છોડી દેવામાં આવ્યા છે. અમારું ધ્યાન સૌથી પહેલા દેશના લોકોને રોજગાર આપવાનું છે, પરંતુ કોરોનાની અસર એવી છે કે જો આશંકા દૂર થઈ જાય તો પણ હજારો કામદારોની અછત સર્જાશે.
કુશળ લોકો કેનેડા, જર્મની અને બ્રિટન જવાનું પસંદ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના ગૃહ બાબતોના પ્રધાન ક્લેર ઓનીલે જણાવ્યું હતું કે ઘણા કુશળ અને પ્રતિભાશાળી લોકો ઓસ્ટ્રેલિયાને બદલે કેનેડા, જર્મની અને બ્રિટનમાં સ્થળાંતર કરવાનું પસંદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયા રાષ્ટ્રના હિતમાં તેના ઈમિગ્રેશન પ્રોગ્રામને ફરીથી બનાવવા માટે એક સમિતિની રચના કરશે