કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસનાં શુભ અવસરે તથા વિશ્વકર્મા જયંતિનાં આજનાં દિવસે નિયામકશ્રી ઝયનુલ આબેદીન સૈયદનાં માર્ગદર્શન હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીની સંગાથે આત્મ નિર્ભર ભારતનાં સ્વપ્નને સાકાર કરવાં યુવાધનમાં કૌશલ્યતા વિકસાવી રાષ્ટ્ર નિર્માણમાં નવી પેઢીનાં વિકાસ થકી દેશને સ્કીલ કેપીટલ બનાવવાની ભાવનાથી આ સંસ્થાન દ્વારા વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ પ્રાપ્તકર્તાઓની હાજરીમાં નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ સાથે સંકલનમાં રાષ્ટ્રભાષા / રાજભાષા હિન્દીનાં પખવાડા ઉજવણી અંતર્ગત નિબંધ હરિફાઇ પણ યોજવામાં આવી. જેનો વિષય હતો કે “આઝાદીકે ૭૫ સાલ નિયતી કે સાથ અપને પ્રયાસકો પુરા કરને કે લીયે ભારતકો ક્યા કરનેકી જરૂરત હૈ ? જેનાં ઉપર સ્પર્ધામાં કોમ્યુટર , ટેલરીગ , બ્યુટીશીયન હેલ્થકેર અને ડોમેસ્ટીક વર્કર તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીજીનાં સ્વપ્નોને સાકાર કરવાં આજનું યુવાધન કૌશલ્યલક્ષી તાલીમ થકી આત્મનિર્ભર બની પોતાનું જીવન ધોરણ ઉંચુ લાવી દેશ વિકાસમાં સહભાગી થાય તેવી અભ્યર્થના રાખવામાં આવી હતી. આ પ્રસંગે કૌશલ્ય મંત્રાલય દ્વારા આયોજીત કૌશલ્યાચાર્ય અવોર્ડ અંગેનું જીવંત પ્રસારણ પણ સૌએ નિહાળી ધન્યતા અનુભવી હતી. સમગ્ર દેશની જન શિક્ષણ સંસ્થાનોમાંથી પસંદગી પામેલ ૫૩ જેટલા કૌશલ્યાચાર્યોને આ રાષ્ટ્રિય એવોર્ડ થી સન્માનિત કરાયાં હતાં. અંતે વડાપ્રધાનશ્રી નાં સારા સ્વાસ્થ્ય થકી લાંબી જીંદગી સુખમય બને તેવી પ્રાર્થના કરી કાર્યક્રમની પૂર્ણાહૂતી કરવામાં આવી હતી.