જે રીતે ગઢ ગરવા ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન થાય છે તે જ રીતે પોરબંદર નજીકના ઐતિહાસિક બરડા ડુંગરની લીલી પરિક્રમાનું પણ આયોજન થાય છે ત્યારે લીલાછમ બરડા ડુંગરની લીલી પરિક્રમાની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રાણાવાવની જાંબુવતી ગુફાએથી બરડા ડુંગરની લીલી પરિક્રમાનો પ્રારંભ તા. ૨૮ ઓકટોબરથી કરવામાં આવશે.જુનાગઢની ગિરનારની લીલી પરિક્રમાની જેમ બરડા ડુંગરમાં પણ દિવાળી પછી લીલી પરિક્રમા યોજાય છે અને બહોળી સંખ્યામાં લોકો તેમાં જોડાય છે.છેલ્લા ૧૫ વર્ષથી આ પરિક્રમા યોજાય છે.ભારતીય ધર્મોમાં પવિત્ર સ્થળોની ચારે તરફ આસપાસ શ્રધ્ધાપૂર્વક પગપાળા ચાલવાને પરિક્રમા અથવા પ્રદક્ષિણા કહેવામાં આવે છે.
મંદિર, નદી, પર્વત વગેરેની આસપાસની પરિક્રમાને પુણ્યદાયી માનવામાં આવે છે ત્યારે રાણાવાવ જાંબુવતી ગુફાએથી આગામી કારતક સુદ ત્રીજ તા.૨૮.૧૦.૨૦૨૨ ને શુક્રવારના રોજ દર વર્ષની જેમ બરડા ડુંગરની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. આ પરિક્રમા કારી ખપ્પર, ચોરછગે, રાણપર ધીગેશ્વર મહાદેવ, ઘુમલી, કસૂરીનેશ, મોડપર, બિલેશ્વર, કષ્ટભંજન હનુમાન, રાણાવાવ જાંબુવતીના રૂટમાં ત્રણ રાત્રિ અને ચાર દિવસના રોકાણ સાથે સંપન્ન થશે.બરડા ડુંગરની લીલી પરિક્રમાનો શુભારંભ થઇ રહ્યો છે.ત્યારે રબારી સમાજના સંત અને પરબધામ ઝૂંપડીના મહંત રાજાઆતા(કોલીખડા)નું સમગ્ર વિસ્તારના સંતો-મહંતોને સર્વ ગતગંગાને અને ભાવિક જનતાને આ ૧૬મી લીલી પરિક્રમામાં જોડાવવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.રાજા ભગત કોલીખડા કાવડવાળા કાવડ સાથે અને રામભાઈ ગોગનભાઈ કોડીયાતાર ફોરવ્હીલથી સેવા આપે છે.આ બરડા ડુંગરની પરિક્રમામાં જોડાવા ઇચ્છુક યાત્રીઓએ પોતાનુંનામ, ગામ, સંપર્ક નંબર, સાકભાઈ મક્વાણા ૯૮૭૯૨૩૯૩૨૦, માલદેભાઈ ઓડેદરા ૯૭૨૬૭૫૧૮૪૫, ચંદ્રેશભાઈ ભલસોડ ૮૩૨૦૯૧૬૬૪૨, બાબુભાઈ ચૌહાણ ૮૪૦૧૯૬૦૦૦૦ ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે.