સુરત જિલ્લાની બારડોલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું જોડાણ રદ કરવાનો મામલો હવે બરાબરનો ચગ્યો છે. આ મામલે બારડોલી પ્રદેશ વિદ્યાર્થી સંગઠન પણ મેદાનમાં આવ્યું છે. આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કોલેજ બહાર ઘરણા પ્રદર્શન કરી સરકારના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. વિદ્યાર્થીઓની માંગ છે કે કોલેજ ને વીએનએસજીયુ સાથે જોડાણ યથાવત રાખવામાં આવે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્ય સરકાર દ્વારા હાલ કેટલીક કોલેજોનું જોડાણ હાલની યુનિવર્સીટી સાથે રદ કરવા અંગે નિર્ણય લેવાયો હતો.

જેમાં સુરત શહેર ની કેટલીક કોલેજો સાથે જિલ્લાની બારડોલી ની પણ પી આર બી આર્ટ્સ એન્ડ પી જી આર કોમર્સ કોલેજનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સાથે જોડાણ રદ કરવા અંગે નિર્ણય કરાયો છે. જેને લઇને બારડોલી પ્રદેશ વિદ્યાર્થી સંગઠન દ્વારા લડત ઉપાડવામાં આવી હતી. અને બારડોલી કોલેજ ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યા ભેગા થયા હતા. અને બારડોલી કોલેજ બહાર મોટી સંખ્યામાં ધરણા પ્રદર્શન કર્યું હતું .