ઋષિકેશ કાનિટકરને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના બેટિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે રમેશ પવારને નેશનલ ક્રિકેટ એકેડમીમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આની જાહેરાત કરી હતી, જેમાં આ નવી જવાબદારીનો ખુલાસો કરવામાં આવ્યો હતો. કાનીટકર ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની T20 શ્રેણીમાં ટીમ સાથે જોડાશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રમેશ પવારને નવી જવાબદારી મળી છે. તે VVS લક્ષ્મણ સાથે NCAમાં જોડાશે, જે હવે BCCIના નવા માળખા હેઠળ પુરૂષ ક્રિકેટ માટે કામ કરશે. તેમની નિમણૂક પર ઋષીકેશ કાનિટકરે કહ્યું, મહિલા ક્રિકેટ ટીમના બેટિંગ કોચ બનવું મારા માટે સન્માનની વાત છે. મને લાગે છે કે આ ટીમમાં વિકાસ કરવાની ક્ષમતા છે. ટીમમાં યુવા અને અનુભવનું અનોખું મિશ્રણ છે. મને ખાતરી છે કે આ ટીમ આગળના પડકારો માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અમારી આગળ કેટલીક શાનદાર ઘટનાઓ છે જે બેટિંગ કોચ તરીકે ટીમ અને મારા માટે રોમાંચક હશે.
આ પ્રસંગે રમેશ પવારે કહ્યું કે મહિલા ક્રિકેટ ટીમના કોચ તરીકેનો મારો કાર્યકાળ શાનદાર રહ્યો છે. વર્ષોથી, અમે રમતના ઘણા દિગ્ગજો અને દેશ માટે આવનારી પ્રતિભાઓ સાથે કામ કર્યું છે. મારી નવી ભૂમિકામાં, હું આવનારા વર્ષોમાં NCAમાં ભવિષ્ય માટે નવી પ્રતિભાના નિર્માણ માટે ઉત્સુક છું.