દિલ્હીમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા મેક્સ હોસ્પિટલના ડોક્ટર વિવેક રાયે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. 33 વર્ષના આ ડોક્ટરનો મૃતદેહ માલવીય નગરમાં આવેલા તેમના ઘરેથી જ મળી આવ્યો હતો. પોલીસે ડોકટરે લખેલી સ્યુસાઈડ નોટ કબજે લીધી છે. 30 એપ્રિલે રાતે 11:16 વાગ્યે બનેલી આ ઘટના અંગે પોલીસને એક મહિલાએ ફોન કરીને જણાવ્યું હતુ. મહિલાએ પોલીસને જાણ કરી હતી કે, તેમની મિત્રના પતિ લાંબા સમયથી દરવાજો ખોલી રહ્યા નથી.
જે બાદ પોલીસ તાબડતોબ સ્થળ પર ધસી ગઈ હતી. અને દરવાજો તોડાવી નાંખ્યો હતો. આ સમયે ડોક્ટર વિવેક પંખા સાથે લટકી રહ્યા હતા. પોલીસે તબીબને બોલાવી તપાસ કરતા વિવિક રોય મોતને ભેટી ચુક્યા હોવાનું નિદાન થયું હતુ. આખરે પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ કરાવીને લાશ તેના પરિજનોને સોંપી દીધી હતી. આ ઘટનામાં તપાસ દરમિયાન પોલીસને વિવેક રાયે લખેલી સાત પાનાની સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ડોક્ટરે હતુ કે ‘સિમ્મી અને મમ્મી તમને બંનેનો મારો પ્રેમ…સિમ્મી હું તારા લગ્નમાં નહીં રહું. પરંતુ તમારા જીવનમાં રહીશ. મારી પત્નીને હવે કશું કહેશો નહીં. તે નથી જાણતી કે તેણે શું ગુમાવ્યું છે. સ્યૂસાઈડ કરવું સરળ નથી. અનેકવાર કોશિશ કરી છે. પિતા અજયકુમાર માટે તેણે લખ્યું કે કેટલાક વીડિયો રેકોર્ડ કર્યા છે. આઈ લવ યુ પપ્પા. હું આ શરીર છોડીને જઈ રહ્યો છું. મને માફ કરી દો. કોકિલાને માફ કરી દેજો પ્લિઝ. વિવેકે પત્ની વિશે લખ્યું કે કદાચ હું તારા માટે યોગ્ય નહતો… પરંતુ એક મીડિલ ક્લાસ પરિવારમાંથી હોવા છતાં તારી દરેક જરૃરિયાતને પુરી કરવા મેં પૂરેપૂરી કોશિશ કરી છે.
. તમારી કોઈ ભૂલ નથી…કદાચ હું જ નબળો છું…હસતા હસતા મરી જઈશું. તમે જુદા થવા ઈચ્છો છો. હવે ખુશ રહેજે મારી જાન…હું ખોટો ન હતો…love u all by forever’. આ નોટમાં વિવેકે કોઈને તેના આ પગલા માટે જવાબદાર ઠેરવ્યા ન હતા. તેણે સ્યૂસાઈડ નોટમાં પરિવાર અને મિત્રોને સુરક્ષિત રહેવા શૂભેચ્છા પણ પાઠવી છે. પોલીસે સમગ્ર ઘટના અંગે સાચુ કારણ જાણવા ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.