- શહેર નજીકના ભાટિયા ટોલનાકા પર મંથલી પાસ વગરની જીજે-૫ના વાહનો પાસેથી પણ પુરો ટોલ વસુલાશે
- શહેર-જિલ્લાના ૩૨ લાખ વાહનોમાંથી ૬ લાખ વાહનોમાં હજુ ફાસ્ટેગ લાગ્યા નથી
સુરત,
તારીખ બાદ સુરતના પલસાણા સ્થિત ભાટિયા અને કામરેજ ટોલનાકુ પસાર કરવા વાહન પર ફાસ્ટેગ લગાડેલું હોવું જરૂરી રહેશે. સ્થાનિક વાહનો પાસેથી ફાસ્ટેગ નહીં હોય તો ડબલ ચાર્જ વસુલાશે જેથી ઘર્ષણ થવાના પૂરેપૂરા ઍંધાણ જણાઇ રહ્ના છે. ઍક અંદાજ મુજબ શહેર-જિલ્લાના છ લાખ વાહનોમાં હજી ફાસ્ટેગ લાગવાના બાકી છે.
૧ જાન્યુઆરીથી ટોલનાકે તમામ કેશલેન બંધ કરી દેવામાં આવનાર હોવાથી ફાસ્ટેગ વગરના વાહનોઍ ટોલનાકા પર ટોલ કરતા બમણો દંડ ભરવો પડશે. સુરત શહેર અને જિલ્લામાં અંદાજીત ૨૦ ટકા વાહનો ફાસ્ટેગ વગરના છે ઍ તમામ વાહનોના માલિકોઍ ૩૧મી સુધીમાં ફાસ્ટેગ લગાવી લેવું પડશે. પલસાણાના ભાટિયા ટોલનાકા પરથી રોજના ૧૫ હજારથી વધુ વાહનો પસાર થાય છે. બંને ટોલનાકે કેશલેન બંધ થતાં ના-કર સમિતિ ફરી આંદોલન કરે તેવી વકી ના-કર સમિતિ દ્વારા ભાટિયા અને કામરેજ ટોલનાકે સ્થાનિકોને ટોલમુક્તિ આપવામાં આવે ઍ માટે આંદોલન શરૂ કરાયું હતું. આ આંદોલન ફરી શરૂ થાય ઍવી ભીતિ ઉભી થઇ છે. મહિને ૨૭૫ રૂપિયાનો પાસ કઢાવી સ્થાનિક વાહનચાલકો ગમે તેટલી વાર ટોલનાકુ પસાર કરી શકશે. રાજશેખર તિવારી, મેનેજર, ભાટિયા ટોલ પ્લાઝાના જણાવ્યા અનુસાર પાસ મેળવવા માંગતા વાહન માલિકો જે તે ટોલ પ્લાઝા પર પોતાનું ડ્રાઇવીંગ લાયસન્સ, આરસી બુક અને રહેઠાણનો પુરાવો આપી પાસ મેળવી શકશે. લોકોને ઓછામાં ઓછા સમયમાં પાસ ઇસ્યુ કરાશે.
જીજે-૦૫ પાસિંગનું વાહન હોય અને ફાસ્ટેગ લગાવ્યું હોય પણ મંથલી પાસ નહીં કાઢ્યો હોય તો કામરેજ અને ભાટિયા ટોલનાકા પર પૂરેપૂરો ટોલ કપાશે. જીજે-૦૫ પાસિંગ હોય અને ફાસ્ટેગ ન લગાવ્યું હોય તો ફાસ્ટેગ લેનમાંથી જ પસાર થવું પડશે પણ ટોલની સાથે ફાઇન ઍટલે કે બે ગણા રૂપિયા ભરવા પડશે. જીજે-૦૫ પાસિંગ હોય, ફાસ્ટેગ લગાવ્યું હોય અને વારંવાર ટોલનાકુ ક્રોસ કરવા રૂપિયા બચાવવા હોય તો મંથલી પાસ લેવો પડશે, જે રૂ. ૨૭૫માં બનશે. જીજે-૦૫ના વાહનો માટે કામરેજ ટોલકાના પર ફ્રીમાં અને ભાટિયા ટોલનાકા પર પહેલાં રૂ. ૨૦થી ઍન્ટ્રી મળતી હતી, ૧લી જાન્યુઆરીથી આ ઍન્ટ્રી મળશે નહીં. ફાસ્ટેગના નિયમો મુજબ રૂપિયા વોલેટમાંથી કપાઇ જશે.