ભારતમાં ભેજાબાજ અને ગઠિયાઓના ખેલમાં દરરોજ હજારો લોકો ભોગ બને છે. નીત નવી યુક્તિઓ સાથે આગળ વધતા રહેતા આ કીમીયાગરો તેનો ખેલ અટકવાતા નથી. દિલ્હીમાં ગુરુવારે બનેલી ઘટના વિશે જાણીને સૌકોઈ આશ્ચર્યમા મુકાય જાય તેમ છે. કારણ કે આ વખતે આગળ-પાછળ 5 હથિયારધારી ગાર્ડ હોવા છતાં PPE કીટનો સહારો લઈને ખેલાડીઓ 13 કરોડના ઘરેણાની ચોરી જવામા સફળ રહ્યા હતા. ચોરીની ઘટના બાદ ખુદ પોલીસ પણ અંચબામાં મુકાય હતી કારણ પીપીઈ કીટ પહેરીને ચોરી આપ્યાની આ પ્રથમ ઘટના પોલીસે જાણી હતી. અત્યાર સુધી ચોરની વિવિધ કરતબોને તમે ફીલ્મી પડદે જોઈ છે. જેમાં ચારે તરફ ગાર્ડ હોય છતાં, ચોર ચોરી કરી જાય છે. આવી જ ફિલ્મી સ્ટાઇલમાં દિલ્હીમાં તસ્કરોએ એક ઘરેણાંની દુકાનમાં મિશન પાર પાડ્યું હતુ. PPE કીટ પહેરીને આવેલા તસ્કરો દુકાન આપસાના 5 હાથયારધારી ગાર્ડને પણ ચકમો આપી ગયા હતા. જોકે પોલીસે આ PPE કીટવાળા ચોરને પકડી લીધો હતો.
સુત્રો પાસેથી મળતી વિગતો એવી છે કે, રાજધાની દિલ્હીમાં કાલકાજી સ્થિત અંજલી જ્વેલર્સ દાગીના વેચાણ કરતી મોટી દુકાન છે. જયાં ગુરુવારે કરોડો રૂપિયાના ઘરેણાં ચોરાઈ જતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ હરકતમાં આવેલી પોલીસે આરોપી મોહમ્મદ શેખ નૂરને દબોચી લીધો હતો. જે બાદ પોલીસે તપાસ આદરતા 25 કિલો સોનાના 13 કરોડના ઘરેણાં મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે આરોપી મૂળરૂપે હુબલીનો રહેવાસી છે અને કાલકાજીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો. બુધવારે સવારે 11 વાગ્યે ઈસ્ટ દિલ્હીના કાલકાજી વિસ્તારના મુખ્ય માર્ગ પર અંજલી જ્વેલર્સમાં ચોરીની ઘટના બાદ પોલીસે 24 કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે પુછતાછ કરી તો આરોપી મોહમ્મદ શેખ નૂરે કબૂલ્યું કે, PPE કીટ પહેરીને શૉ રૂમમાં આ ખેલ કર્યો હતો. આરોપી મોહમ્મદ શેખ નૂર બીજી બિલ્ડિંગની છત પરથી દુકાનની અંદર પ્રવેશ્યો હતો. આ સમયે શોરૂમની આગળ-પાછળ 5 હથિયારધારી ગાર્ડ તૈનાત હતા. આમ છતાં આરોપી એટલી સિફતપૂર્વક દુકાનમાં પ્રવેશ્યો કે ગાર્ડને ગંધ સુદ્ધા આવી ન હતી. સોનાના ઘરેણાંની ચોરી કર્યા બાદ તે બેગને ખાનગી વાહનને બદલે ઓટો રિક્ષામાં જ લઈ ગયો હતો. ચોરીની આ ઘટનાથી વેપારીઓમાં ચકચાર મચી ગઈ હતી. કારણ કે દુકાનમાં CCTV કેમેરા સાથે હથિયારધારી ગાર્ડ પણ કાયમ રહેતા હોય છે. જો કે, તે પછી પોલીસે સીસીટીવીને આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.