બાઈડન વહીવટીતંત્ર યુએસ સંસદ (કોંગ્રેસ) ને તાઇવાનને 1.1 બિલિયન ડોલરના શસ્ત્રોના વેચાણને મંજૂરી આપવાની યોજના ધરાવે છે. જેમાં ફાઈટર જેટ અને એન્ટી શિપ સિસ્ટમ માટે સેંકડો મિસાઈલોનો સમાવેશ થાય છે. મળતી મહીતી અનુસાર, વેચાણમાં 60 એન્ટી-શિપ હાર્પૂન મિસાઇલ, 100 સાઇડવિન્ડર એર-ટુ-એર મિસાઇલ અને સર્વેલન્સ રડાર કોન્ટ્રાક્ટ એક્સટેન્શનનો સમાવેશ થશે. આ અંગે વોશિંગ્ટનમાં ચીની દૂતાવાસે કહ્યું કે, અમેરિકાએ આ દ્વીપ પર શસ્ત્રોનું વેચાણ તાત્કાલિક બંધ કરવું જોઈએ. પ્રવક્તા લિયુ પેંગ્યુએ જણાવ્યું કે, તાઇવાન સાથે યુએસ બાજુ શસ્ત્રોનું વેચાણ અને લશ્કરી સંપર્ક તાઇવાન સ્ટ્રેટમાં તણાવ તરફ દોરી શકે છે. લિયુએ જણાવ્યું હતું કે, આ વેચાણ વન-ચાઇના સિદ્ધાંતનું પણ ગંભીર ઉલ્લંઘન કરે છે.
અફઘાનિસ્તાનમાંથી પાછા ફર્યાના એક વર્ષ પૂર્ણ થવા પર બાઈડન સૈનિકોને મળ્યા
અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોની સંપૂર્ણ ઉપાડના એક વર્ષ પૂરા થવાના એક દિવસ પહેલા રાષ્ટ્રપતિ જો બિડેને નિવૃત્ત સૈનિકો ‘અફઘાનિવાક’ અને ‘ઓનર ધ પ્રોમિસ’ના બે જૂથના વડાઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે અફઘાનિસ્તાનના લોકોના પુનર્વસનમાં કરવામાં આવેલા તેમના કાર્યની પ્રશંસા કરી. વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વ્યૂહાત્મક સંચાર સંયોજક જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે વહીવટીતંત્ર વિઝા પ્રક્રિયાને મંજૂરી આપવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે.