IPL 2022ને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. વિવોએ ટાઈટલ સ્પોન્સરશિપમાંથી પીછેહઠ કરી છે. તેમના સ્થાને ટાટા ગ્રુપ આવતા વર્ષથી IPLનું ટાઇટલ સ્પોન્સર બનશે. આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે. આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે સમાચાર એજન્સી પીટીઆઈને માહિતી આપી છે કે આગામી વર્ષથી ટાટા આઈપીએલના ટાઈટલ સ્પોન્સર હશે. ટાટા ચીની મોબાઈલ કંપની વીવોનું સ્થાન લેશે. મંગળવારે મળેલી IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ટાટાને IPLનો ટાઈટલ સ્પોન્સર બનાવવામાં આવ્યો હતો.
VIVO એ વર્ષ 2018 માં 5 વર્ષ માટે IPL ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ 2190 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. કરાર હેઠળ, વિવોએ ટાઇટલ સ્પોન્સરશિપ તરીકે BCCIને દર વર્ષે 440 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. પરંતુ 2020માં ભારત અને ચીન વચ્ચેનો સરહદી વિવાદ વધુ ઘેરાવાની અસર આ કરાર પર પણ પડી હતી. પૂર્વી લદ્દાખમાં ભારતીય સૈનિકોની શહાદત બાદ દેશમાં ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ સામે ચારેબાજુ વિરોધ શરૂ થયો હતો.
BCCI પર Vivo સાથેની ડીલ રદ કરવાનું દબાણ વધવા લાગ્યું. આ પછી ભારતીય ક્રિકેટ બોર્ડે ભારે દબાણને કારણે વિવો સાથેની ટાઈટલ ડીલને એક વર્ષ માટે સ્થગિત કરવી પડી હતી. તેમની જગ્યાએ ડ્રીમ 11 સ્પોન્સર હતો. જો કે, ગયા વર્ષે વિવો ટાઇટલ સ્પોન્સર તરીકે પરત ફર્યો હતો અને ટાઇટલ સ્પોન્સર તરીકે વિવોનો કોન્ટ્રાક્ટ 2023 સુધીનો હતો. પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશના કારણે સ્પષ્ટ હતું કે આ ડીલ લાંબો સમય નહીં ચાલે અને આજે IPLની ગવર્નિંગ કાઉન્સિલે પણ તેને મંજૂરી આપી દીધી છે.