ગુજરાત સરકારની નેમ છે કે સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત. કરોડોના ખર્ચે તૈયાર થયેલા બીલીમોરા ડેપોમાં યાત્રિકોનો પ્રવાહ સતત શરૂ રહે છે. પરંતુ એસ.ટી. ડેપોમાં ગંદકી દૂર કરવા નક્કર પગલા ભરાતા ન હોય ડેપોના મેદાન કચરાઓના ઠગલાંથી ખદબદી રહયુ છે.બીલીમોરા એસ ટી ડેપોમાં નિયમિત બસોની સફાઇ થઇ રહી છે પણ વર્કશોપમાં અનેક જગ્યાએ કચરાઓના ઢગલાં જોવા મળે છે. બસ ધોવાના વોશીંગની પાસે ભરપૂર ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે.જેને લઈ આજુબાજુ વિસ્તારના રહીશો અસહય દુર્ગંધને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.બીલીમોરા બસ ડેપોમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા શરમજનક કૃત્યો આચરવામાં આવી રહયા છે એવો લોક ગણગણાટ સમગ્ર બીલીમોરા વિસ્તારમાં જોર શોરથી ઉઠી રહયો છે.જો આ બાબતે ડેપો મેનેજર દ્વારા સમયસર યોગ્ય કડક કાર્યવાહી હાથ નહી ધરાશે તો આવનાર ટૂંક જ સમયમાં શરમજનક ગોરખધંધાનું એક વિશાળ નેટવર્ક પર્દાફાશ થઈ શકે એવા પુરા એંધાણ જોવા મળી રહયા છે જે બીલીમોરા બસ ડેપો ની સ્વચ્છ છાપને કલંક લગાડી શકે છે. યોગ્ય વ્યક્તિ અને સુરક્ષા જવાનો દ્વારા સતત મોનેટરીંગ થાય તો જ ડેપોમાં વગર કામે આવી બેસી રહેતા લોકો સીધા થાય તેમ છે.