ડોકટર્સ ડે નિમિત્તે માસ્ક વિહોણા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડી આંતલિયા લાયન્સ કલબના હોદેદારો ફોટો સેશનમાં વ્યસ્ત થયા હતા.લાયન્સ કલબ દ્વારા કોવિડ -19 નિતિ નિયમોના ધજાગરા ઉડાવતા ફોટા સોશિયલ મીડિયામા વાઇરલ થતા ભારે લોક ચર્ચામાં છે.સોશિયલ ડિસ્ટન્સ “દો ગજ કી દુરી ” અને “માસ્ક પહેનના જરૂરી હૈં ‘નું પાલન કરવા માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા વારંવાર જાહેરાત કરવામાં આવે છે. નાગરિકો આ નિયમો ન પાળે તો એ માટે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવે છે.


જોકે ડોકટર્સ ડે નિમિતે લાયન્સ કલબ આંતલિયા અને લીઓ કલબ આંતલિયા ના હોદેદારો દ્વારા યોજાયેલા ડોકટર્સના સન્માન દરમ્યાન કોવિડ 19 નીતિ નિયમો ભુલી જ ગયા હોય એવું લાગી રહયું હતું.જો કે ડૉક્ટર્સ એ માસ્ક પહેરી કોવિડ 19ના નિતી નિયમોને અનુસર્યા હતા. લાયન્સન કલબ આંતલિયા અને લિયો કલબ આંતલિયા હોદેદારો ફોટો સેશન કરવામાં મશગુલ થયા હતા તેમજ કોવિડ નિતી નિયમોનું ખુલ્લેઆમ ભંગ કરી સરકાર અને પોલીસને પડકારતા હોય એવુ આબેહૂબ ચિત્ર ઉપસી આવ્યું હતું. કોરોનાનો ફેલાવો કરી રહેલા અને ત્રીજી લહેરને આમંત્રણ આપનાર બેજવાબદાર કલબના હોદેદારો ને તંત્ર દ્વારા બોધપાઠ ભણાવવામાં આવે એ ખૂબ જરૂરી છે.