રાજ્યમાં કોરોના કેસ ઘટ્યા છે પરંતુ બીલીમોરા જેવા નગરમાં એક કેસ આવતા હવે ત્રીજી લહેરની જાણે દસ્તક થઇ હોય એવો માહોલ સર્જાયો છે. લોકો જ્યારે કોરોનાને લીધે થોડા બેદરકાર બન્યા છે એવામાં બીલીમોરામાં આવેલા આ એક કેસને લીધે લોકોમાં હડકંપ મચ્યો છે. સોમવતી અમાસના દિવસે સોમનાથ મંદિરમાં સોમવારે ભીડ ઉમટી પડી હતી. પરંતુ પ્રશાસન જાણે મૌન હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બીલીમારોમાં એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ પ્રશાસન હવે જાગવા લાગ્યું છે. હાલ મહિલાને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને વાયરસનો ફેલાવો વધારે ન થાય તેની કાળજી લેવામાં આવી છે.
ADVERTISEMENT