દુનિયાના સૌથી ધનવાનોની યાદીમાં બિલ ગેટ્સ આજકાલ ચર્ચામાં છે. જેનુ કારણે તેમનો છૂટાછેડાનો નિર્ણય છે. માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ઘણા વર્ષો સુધી દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ રહ્યા છે. બિલ ગેટ્સની પત્ની મિલેન્ડા આજે 57 વર્ષના છે અને ગેટ્સ પોતે 65 વર્ષની ઉંમર ધરાવે છે. લગ્નજીવનના 27 વર્ષ સુખરુપે વીતાવ્યા પછી બંનેએ સાથેમળીને હવે છુટા થવાનું નક્કી કર્યું છે. જે ઘટનાની ચર્ચા સમગ્ર દુનિયામાં થવા માંડી છે. કારણ કે દેખીતી રીતે જ તેમના છુટા પડવાનું કોઈ કારણ દુનિયાને દેખાતું નથી.
બિલ ગેટ્સ એક આલિશાન હવેલીમાં રહે છે. 66 હજાર સ્કે. ફુટમાં ફેલાયેલી અને વોશિંગ્ટનના મેડિનામાં આવેલી આ હવેલીની કિંમત આશરે 65 મિલિયન ડૉલર્સ અંકાય છે. તેમના નામે કેલિફોર્નિયા, ડેલ માર અને ઈન્ડિયન વેલ્સમાં પણ પ્રોપર્ટીઝ છે. જોકે, બિલ ગેટ્સનું સૌથી વધુ ઈન્વેસ્ટમેન્ટ કાસ્કેડ ઈન્વેસ્ટમેન્ટ નામની કંપનીમાં છે. રિપોર્ટ અનુસાર, આ કંપનીમાં બિલ ગેટ્સનો 30 બિલિયન ડૉલર્સનો સ્ટેક છે. બિલ ગેટ્સની પાસેના પ્રાઈવેટ જેટનું નામ બોમ્બારડિયર બીડી-700 ગ્લોબલ એક્સપ્રેસ છે. જેની કિંમત 19.5 મિલિયન ડૉલર્સ એટલે કે આશરે 145 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત, બિલ ગેટ્સને સ્પોર્ટ્સ કારોનો પણ શોખ છે. બિલ ગેટ્સને ખાસ કરીને પોર્શનું પ્રીમિયમ બ્રાન્ડ ખૂબ જ પસંદ છે. તેમની પાસે પોર્શ 911, જેગુઆર એક્સજે સિક્સ, પોર્શ કારેરા ક્રેબિયોલેટ 964, ફરારી 348 અને પોર્શ 959 કૂપ જેવી લક્ઝરી કાર છે.
બિલ ગેટ્સની પાસે પણ પોતાનું એક પ્રાઈવેટ આઈલેન્ડ છે. ગેટ્સનો આ પ્રાઈવેટ દ્વિપ બેઝિલમાં આવેલો છે. ગ્રૈંડ બોગ કાય નામના આ દ્વિપની કિંમત 25 મિલિયન ડૉલર્સ એટલે કે આશરે 185 કરોડ રૂપિયા અંકાય છે. પેઈન્ટીંગનો શોખ ધરાવતા ગેટ્સે વર્ષ 1994માં લિયોનાર્ડો ધ વિન્ચીના એક પેઈન્ટિંગની 30 મિલિયન ડૉલર્સમાં ખરીદી કરી હતી. તેમણે વિંસ્લો હોમલનું પેઈન્ટિંગ લોસ્ટ ઓન ધ ગ્રૈંડ બૈંક્સ માટે 36 મિલિયન ડૉલર્સ ચુકવ્યા હતા. આ ઉપરાંત જોર્જ બેલોનું પેઈન્ટિંગ પોલો ક્રાઉડ તેમણે 28 મિલિયન ડૉલર્સમાં ખરીદ્યું હતુ. થોડા સમય પહેલાં જ બિલ ગેટ્સ અને તેની પત્નીએ છુટાછેડા લેવાનો નિર્ણય કરતા દુનિયામાં ચકચાર મચી હતી. જે બાદ તેમણે દુનિયા સમક્ષ જાહેર કર્યું હતુ કે, વીતેલા 27 વર્ષોમાં મિલેન્ડા સાથેના દામ્પત્ય જીવનમાં અમને 3 બાળકો પ્રાપ્ત થયા છે. જેનું પાલન-પોષણ કર્યું અને એક શ્રેષ્ઠ સંસ્થા બિલ અને મેલિંદા ગેટ્સ ફાઉન્ડેશન બનાવી છે. આ સંસ્થા આજે વિશ્વમાં લોકોને સ્વસ્થ અને સારું જીવન વ્યતીત કરવામાં મદદ કરે છે. આ મિશનમાં અમારો વિશ્વાસ હજુ પણ કાયમ છે. સંસ્થામાં હું અને મિલેન્ડા સતત કામ કરતા રહીશું.