કોરોનાની બીજી લહેર સમયે ભારત સહિતના કેટલાક દેશમાં પક્ષીઓના રહસ્યમય મત થયા હતા. જેમાં ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક સ્થળે પક્ષીઓ મૃત અવસ્થામાં મળી આવ્યા બાદ તેની તપાસ શરૃ કરાઈ હતી. ભોપાલની લેબમાં મૃત પક્ષીઓના સેમ્પલો લઈને ચકાસણી પણ કરાઈ હતી. હવે ભારતની જેમ જ અમેરિકામાં કોરોનાની લહેર શાંત થઈ રહી છે. ત્યારે પૂર્વ અને દક્ષિણ અમેરિકામાં પક્ષીઓમાં રહસ્યમય બિમારી ફેલાઈ છે. જેને કારણે તિલિયર, નીલકંઠ જેવાં પક્ષીઓ હજારોની સંખ્યામાં રહસ્યમય બીમારીથી મોતને ભેટી ચુક્યા છે. આ બાબતની નોંધ અમેરિકાના પક્ષીપ્રેમીઓએ લેતાં તેઓમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. આ સાથે જ સરકારને આ અંગે પગલા લેવા રજૂઆત કરવાઈ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પક્ષીઓમાં ફેલાયેલા આ રહસ્યમય બિમારી હવે મહામારીનું સ્વરૃપ ધારણ કરી ચુકી છે. આ બીમારીમાં સપડાયેલા કેટલાય પક્ષીઓની આંખ ભીંગડાવાળી થઇ ગઇ છે અને તેમના ચહેરા પર સોજો આવી રહ્યો છે. આ બીમારીનો ભોગ બનેલા પક્ષીઓ ઊડવા માટે પણ સક્ષમ રહ્યા નથી.
બીજી તરફ અમેરાકાના વૈજ્ઞાનિકો હવે આ ઘટનાની તપાસમાં જોતરાયા છે. ખાસ કરીને પક્ષીઓમાં ફેલાયેલો રોગ કયો છે અને તે શાના કારણે ફેલાય છે તેની તપાસ થઈ રહી છે. ફેરેસ્ટ અધિકારીઓને સૌથી પહેલાં મે મહિનામાં અમેરિકાના વોશિંગ્ટન, વર્જીનિયા, મેરીલેન્ડ અને પિૃમી ર્વિજનિયાથી પક્ષીઓના બીમાર થવાના અને કેટલાય પક્ષી મોતને ભેટ્યા હોવાની ખબર મળી હતી. જો કે, આ ઘટના બાદ હજુ સુધી પક્ષીઓનાં મોતનું કારણ બહાર આવી શક્યું નથી.