ચોમાસાને કારણે રસ્તાઓનું ધોવાણ થતું હોય છે. સિહોરથી નેસડા અને ભોળાદ સુધીનો માર્ગ સાવ તૂટીને ત્રણ ભાગનો થઇ જતાં આ વિસ્તારના ગ્રામજનોએ હલ્લાબોલ કરી, રસ્તા રોકો આંદોલન કર્યું હતું. અને જો આગામી ટૂંક સમયમાં જ આ રોડ અંગે કોઇ નક્કર નિર્ણય નહીં લેવાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ આપવામાં આવી છેહાલાકી:બિસ્માર રોડે ગ્રામજનોને રોડે ચડાવ્યા હવે સરકારને રોડે ચડાવશે સિહોર15 કલાક પહેલા નેસડા અને ભોળાદના 10 હજાર લોકોને બિસ્માર રોડથી હાલાકી સિહોર-નેસડા રોડની બિસ્માર હાલતથી હેરાન ગ્રામજનોનું રસ્તા રોકો આંદોલન, ચૂંટણી બહિષ્કારની ચીમકી અપાઈ ચોમાસાને કારણે રસ્તાઓનું ધોવાણ થતું હોય છે. સિહોરથી નેસડા અને ભોળાદ સુધીનો માર્ગ સાવ તૂટીને ત્રણ ભાગનો થઇ જતાં આ વિસ્તારના ગ્રામજનોએ હલ્લાબોલ કરી, રસ્તા રોકો આંદોલન કર્યું હતું. અને જો આગામી ટૂંક સમયમાં જ આ રોડ અંગે કોઇ નક્કર નિર્ણય નહીં લેવાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ આપવામાં આવી છે. સિહોર-નેસડા અને ભોળાદ બંને ગામથી સિહોરને જોડતો પાંચ કિલોમીટરનો રોડ ખૂબ મોટા પ્રમાણમાં તૂટી ગયેલ છે બંને ગામના લોકો દ્વારા અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવેલી છે.આ માર્ગ પર અનેક જગ્યાએ મોટાં-મોટાં ખાડા પડી ગયા છે. પરંતુ કોઇ ચોક્કસ પગલાં લેવાતા નથી. નેસડા 8000 વસ્તી ધરાવતું ગામ છે.ભોળાદ 2000ની વસ્તી ધરાવતું ગામ છે.બંને ગામના ગ્રામજનોને હટાણા માટે કે આરોગ્યલક્ષી સુવિધા માટે કે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સિહોર આવવું પડે છે. આ માર્ગ મગરની પીઠ જેવો બની જવાને કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે.આ વિસ્તારના નેસડા અને ભોળાદના ગ્રામજનો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારના ગ્રામજનો દ્વારા આરસીસી માર્ગની માગણી કરવામાં આવી છે. અને તે નહીં થાય તો ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે. અને આમ છતાં કોઇ નક્કર પરિણામ નહીં આવે તો ભાવનગર-અમદાવાદ માર્ગ પર પણ ચક્કજામ કરવામાં આવશે. સિહોર–નેસડા-ભોળાદ માર્ગની બિસ્માર હાલત બાદ આખરે ગ્રામજનોએ આંદોલનનું રણશિંગુ ફૂંકયું છે