ચીખલી નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર થાલા ગામ નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાતા વલસાડના રહીશની કારમાં સવાર એકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નિપજયું હતુ.જયારે માતા અને પુત્રને શરીરે ગંભીર ઈજાઓ પહોચી હતી. ચીખલી વસુધારા બ્રિજ વલસાડ થી સુરત તરફ જઈ રહેલી એક હોન્ડાસીટી કાર નંબર એમએચ-૦૩-એફ-૨૩૧૧ પુરપાટ જઇ રહી હતી ત્યારે ગાડીનું ટાયર ફાટતા ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દઈ ડીવાઈડર કુદાવીને હોન્ડાસીટી કાર રોંગ સાઈડ ઉપર આવી જતા સુરત થી વલસાડ તરફ જઈ રહેલી એક આઈ-૧૦ કાર નંબર જીજે-૦૬-કેડી-૯૨૦૮ સાથે ધડાકાભેર આ બંન્ને વાહનો અથડાતા આઈ-૧૦ કારમાં સવાર પ્રકાશભાઈ મણીલાલ છોવાલા (ઉ.વ.૫૯) (હાલ રહે,વિધાવિહાર સ્કુલ ની બાજુમાં શોભાનપુરા આકાશગંગા એપાર્ટમેન્ટ વડોદરા મુળ રહે,વલસાડ ખીમચંદ હાઈસ્કુલ ની બાજુમાં) ને માથામાં ગંભીર ઈજા પહોચતા જેનુ ઘટના સ્થળેજ કરૂણ મોત નિપજયું હતુ.જયારે ગાડીમાં સવાર પત્ની ભારતીબેન છોવાલા ને ડાબા હાથમાં ફેકચર તથા શરીરે ગંભીર ઈજાઓ પહોચી હતી.જયારે ગાડી હંકારતા પુત્ર મયુર પ્રકાશભાઈ છોવાલાને પેટમાં તથા હાથપગે મુઢમાર વાગ્યો હતો. આ બનાવની જાણ આજુબાજુના વિસ્તારોમાં થતા તાત્કાલિક લોકો દોડી આવી નજીકમાં આવેલી આલીપોર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બંન્ને ગાડીનો ખુરદો બોલી ગયો હતો.જે બનાવની વધુ તપાસ એએસઆઈ નટવરસિંહ પરમાર કરી રહ્યા છે.